Skip to main content
Settings Settings for Dark

રાજધાની દિલ્હીમાં લોકડાઉનને આજથી એક અઠવાડિયા માટે વધુ લંબાવાયું

Live TV

X
  • રાજધાની દિલ્હીમાં લોકડાઉનને આજથી એક અઠવાડિયા માટે વધુ લંબાવી દીધું છે, જેમાં સંક્રમણ નિયંત્રણ હેઠળના વિસ્તાર સિવાયના વિસ્તારોમાં કેટલીક પ્રવૃત્તિઓ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા માન્ય ઔદ્યોગિક વિસ્તારોમાં ચાર દિવાલોની અંદર ઔદ્યોગિક એકમોમાં ઉત્પાદન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત બાંધકામના સ્થળે બાંધકામના કામોને પણ મંજૂરી આપવામાં આવી છે.

    સંક્રમિત ન હોય તેવા કામદારો જ બાંધકામ સાઇટ્સ અને ફેક્ટરીઓમાં કામ કરી શકશે. ગુટખા, પાન, તમાકુનું સેવન અને કાર્યસ્થળ પર થૂંકવાની મનાઈ રહેશે. કામદારોએ માસ્ક પહેરવા અને યોગ્ય અંતર જાળવવાનાં નિયમોનું પાલન કરવું પડશે. બધા પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજાઓ તેમજ સાર્વજનિક સ્થળોએ સ્પર્શ વિના થર્મલ સ્ક્રિનીંગ અને સેનિટાઇઝર મશીન મુકવામાં આવશે. ઔદ્યોગિક એકમો અને બાંધકામ સ્થળોએ ગમે ત્યારે આર.ટી.પી.સી.આર. અને રેપિડ એન્ટિજેન પરીક્ષણો સુનિશ્ચિત કરવા તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને નિર્દેશ આપવામાં આવ્યો છે.

    લોકડાઉન પ્રથમવાર 19 એપ્રિલના રોજ દિલ્હીમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા અમલમાં મૂકવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને સમય સમય પર વધારવામાં આવ્યો હતો. અને આજથી વધુ એક અઠવાડિયા માટે રાજધાનીમાં દિલ્હીમાં લોકડાઉન લાંબાવામાં આવ્યું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply