Skip to main content
Settings Settings for Dark

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ કાર્ય પર હવે રોક લાગશે નહીં: દિલ્હી હાઈકોર્ટ

Live TV

X
  • કોરોના મહામારી દરમિયાન સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ કાર્ય પર હવે રોક લાગશે નહીં. દિલ્હી હાઈકોર્ટે આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી છે. હાઈકોર્ટે નિર્માણ કાર્યને પડકારતી અરજીને ફગાવી છે તેમજ અરજીકર્તાને ટકોર પણ કરી છે. કોર્ટે કહ્યું કે, સેન્ટ્રલ વિસ્ટા એક મહત્વપૂર્ણ અને જરૂરી રાષ્ટ્રીય પરિયોજના છે જેથી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું કામ યથાવત રહેશે. મજૂરો સાઈટ પર કામ કરી રહ્યા છે. 

    શું છે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ?

    દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પાસે રાજપથની બંને બાજુના વિસ્તારોને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ કહેવાય છે. જેમાં રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટની નજીક પ્રિન્સેસ પાર્કનો વિસ્તાર આવે છે. સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારના આ સમગ્ર વિસ્તારને રિનોવેટ કરવાની યોજનાને કહે છે. આ પ્રોજેક્ટ હેઠળ નવા સંસદ પરિસરનું નિર્માણ થવાનું છે.

    આ પ્રોજેક્ટમાં (Central Vista Project)  જૂના ગોળાકાર સંસદ ભવન સામે લગભગ 13 એકર જમીન પર નવું ત્રિકોણાકાર સંસદભવન બનશે. આ જમીન પર હાલ પાર્ક, કામચલાઉ બાંધકામ અને પાર્કિંગ છે. જે બધુ દૂર કરવામાં આવશે. નવા સંસદ ભવનમાં લોકસભા અને રાજ્યસભા માટે એક-એક ઈમારત હશે, પરંતુ સેન્ટ્રલ હોલ નહીં હોય.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply