દેશમાં કોરોનાનાં કેસોમાં નોંધાઈ રહ્યો છે સતત ઘટાડો
Live TV
-
દેશમાં કોરોનાનાં કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 50 દિવસમાં દૈનિક નવા કેસોની સંખ્યા સૌથી ઓછી નોંધાઇ છે. આ સાથે સળંગ 17 દિવસથી દૈનિક નવા સંક્રમિતોની સરખામણીએ નવા સાજા થનારા દર્દીઓનો આંકડો વધારે જળવાઇ રહ્યો છે. દેશમાં કોરોનામાંથી સાજા થવાનો દર વધીને 91.60 થયો છે. ત્યારે ગત 24 કલાકમાં કોરોનાનાં નવા 1 લાખ 52 હજાર 734 કેસ નોંધાયા હતા. જ્યારે 2 લાખ 38 હજાર 22 લોકો કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા હતા. જ્યારે 3 હજાર 128 દર્દીઓનાં કોરોનાનાં કારણે મૃત્યુ થયા હતા. દેશમાં રસીકરણનું અભિયાન સતત ચાલુ છે. અત્યાર સુધી દેશમાં કુલ 21 કરોડ 31 લાખ 54 હજાર 129 લોકોનું રસીકરણ થયુ છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 10 લાખ 18 હજાર 76 લોકોએ રસી લીધી હતી.
