કેબિનેટનો મહત્વનો નિર્ણય, દેશભરમાં ડેમોની સુરક્ષા માટે બનશે નવો કાયદો
Live TV
-
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં બુધવારે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. કેબિનેટે દેશભરમાં ડેમોની સુરક્ષા માટે નવો કાયદો બનાવવાનો નિર્ણય કર્યો છે તો નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલને વધુ પ્રભાવી બનાવવા માટે ગૃહપ્રધાનને તેના અધ્યક્ષ બનાવવાનો નિર્ણય થયો છે. મંત્રીમંડળે એચડીએફસી બેન્કના પ્રત્યક્ષ વિદેશી રોકાણના એક મોટા પ્રસ્તારને મંજૂર કર્યો છે.
દેશમાં ડેમોની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવાના હેતુથી કેન્દ્રીય મંત્રીમંડળે ડેમ સુરક્ષા બિલ 2018ને મંજૂરી આપી છે. બિલ કાયદો બન્યા બાદ ડેમોથી ન માત્ર યોગ્ય રીતે સંચાલન અને ધ્યાન રખાશે પરંતુ તેની દેખરેખ અને નીરિક્ષણ યોગ્ય રીતે કરી શકાશે. બિલમાં ડેમને લઈને એક રાષ્ટ્રીય સમિતિ બનાવવાની જોગવાઇ છે, જે આ માટે નીતિ બનાવવા માટે સૂચનો આપશે.
પૂર્વોત્તર ક્ષેત્રમાં વિકાસ કાર્યોને લઈે રાજ્યો વચ્ચે સમન્વ્ય વધારવાના ઈરાદાથી પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલની અધ્યક્ષતા હવે ગૃહમંત્ર કરશે. પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મામલાના મંત્રી તેના ઉપાધ્યક્ષ હશે. સરકારે બેન્કિંગ વ્યવસ્થાને મજબૂત કરાવવા માટે સૌથી મહત્વપૂર્ણ નિર્ણયને લીલી ઝંડી આપી છે. આ હેઠળ એસડીએફસી બેન્કમાં 24 હજાર કરોડ રૂપિયાના વધારાના વિદેશી રોકાણની મંજૂરી આપવામાં આવી છે.
