પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા ભિલાઇ સ્ટીલ પ્લાન્ટ, આધુનિક પ્લાન્ટ રાષ્ટ્રને કર્યો સમર્પિત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના પ્રવાસે છે. તોએ આધુનિક અને વિસ્તારિક ભીલાઇ સ્ટીલ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી રાયપુરથી જગદલપુર સુધી વિમાન સેવાની શરૂઆત કરવાની સાથે ઘણી મોટી પરિયોજનાનો શુભારંભ કરશે. આ સાથે આઈઆઈટી ભિલાઇના સ્થાયી પરિસરની આધારશિલા રાખશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢનો પ્રવાસ કરશે. પોતાના પ્રવાસમાં પીએમ મોદી આધુનિક અને વિસ્તારિત ભિલાઇ સ્ટીલ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્લાન્ટના વિસ્તાર બાદ તેની ઉત્પાદન ક્ષમતામાં આશરે 60 ટકાનો વધારો થશે. પ્રધાનમંત્રી છત્તીસગઢમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટીના વિસ્તાર માટે ભારત નેટ પરિયોજનાના બીજા ચરણની પરિયોજનાનું ભૂમિપૂજન કરશે. આ સિવાય આઈઆઈટી ભિલાઇ નગરના વિશાળ ભવનનું શઇલાન્યાસ પણ કરશે. કેન્દ્ર સરકારની ઉડાન યોજના હેઠળ પ્રધાનમંત્રી રાયપુરથી જગદલપુર સુધી યાત્રા વિમાન સેવાની ભેટ આપશે. ભિલાઇ પહોંચ્યા પહેલા પ્રધાનમંત્રી નવા સ્માર્ટ સિટીનો પ્રવાસ કરશે. પ્રધાનમંત્રીએ સ્ટીલ પ્લાન્ટનું નિરિક્ષણ કર્યું હતું. ત્યાંના અધિકારીઓ સાથે પીએમે ચર્ચા પણ કરી હતી.
ભિલાઇ સ્ટીલ પ્લાન્ટના આધુનિકીકરણમાં ઉત્પાદન, ગુણવત્તા, ખર્ચ, પ્રતિસ્પર્ધા, ઉર્જા ક્ષમતા અને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં અત્યાધુનિક ટેક્નોલોજીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટના વિસ્તાર બાદ તેની ઉત્પાદન ક્ષમતામાં આશરે 60 ટકાનો વધારો થશે. પ્લાન્ટની હાલની ઉત્પાદન ક્ષમતા 3500 મેટ્રિક ટન છે જે વધીને 7500 મેટ્રિક ટન સુધી પહોંચી જશે.
પીએમ મોદી આ કાર્યક્રમમાં આઈઆઈટી ભિલાઇના કાયમી પરિસરની આધારશિલા પણ રાખશે. આ સાથે પ્રધાનમંત્રી ભારતનેટના બીજા ચરણનો શુભારંભ કરવાના અવસરે તકતીનું અનાવરણ કરશે. ભારત નેટ પરિયોજનામાં ગ્રામ પંચાયતોને જમીની ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક દ્વારા સંપર્ક પ્રદાન કરવામાં આવશે.
