કેરલના કોચ્ચિમાં નિપાહ વાયરસ, આરોગ્ય મંત્રાલયે આપી મદદની ખાતરી
Live TV
-
કેરળના આરોગ્ય મંત્રી કે. શૈલજાએ નિપાહ વાયરસના એક કેસની પુષ્ટી કરી છે. કોચ્ચિના એર્નાકુલમના એક દર્દીમાં નિપાહ વાયરસ પોઝિટીવ જોવા મળ્યો છે. તેનો તપાસ રિપોર્ટ પૂણે વાઈરોલોજી ઈન્સ્ટિટ્યૂટમાંથી આવ્યો છે. કેરળના આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, કેરળ સરકાર આ સ્થિતિને પહોંચી વળવા માટે પુરી રીતે સક્ષમ છે. અને એર્નાકુલમ મેડિકલ કોલેજ અને કોચ્ચિમાં વિશેષ વોર્ડ બનાવાયા છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કેરળને નીપા વાઈરસ સામે તમામ શક્ય મદદ કરવાની ખાતરી આપી હતી
