વિશ્વ પર્યાવરણ દિન પર PMએ જાહેર કર્યો વીડિયો, વૃક્ષો વાવવા કર્યું આહ્વાહન
Live TV
-
વિશ્વ પર્યાવરણ દિવસ પર પ્રધાનમંત્રીએ જાહેર કર્યો ખાસ વીડિયો - સ્વચ્છતા સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતા દોહરાવી - કહ્યું, સારા ભવિષ્ય માટેનો માર્ગ પ્રશસ્ત કરશે પ્રકૃતિ સાથે સોહાર્દપૂર્ણ સંબંધ - પર્યાવરણની રક્ષા માટે વૃક્ષો વાવવા માટે કર્યું આહ્વાન
આજે વિશ્વ પર્યાવરણ દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને પર્યાવરણના જતન વિશે આગળ વધવાની અપીલ કરી હતી. પીએમ એ આ વિષય પર એક વિડિયો જાહેર કર્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસના પ્રસંગે ટ્વિટ કરીને ધરતીને માતા સમાન ગણાવી અને તેને સ્વચ્છ રાખવા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને ગણાવી હતી. પ્રધાનમંત્રીએ ટ્વિટમાં એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેમણે પ્રકૃતિ અને ભારતીય પરંપરા વિશે પોતાના વિચારો પ્રકટ કર્યા છે. આ વીડિયોમાં પ્રધાનમંત્રી પ્રાકૃતિક જગ્યાઓ પર ભ્રમણ કરતા અને પર્યાવરણ પર બોલતા જોવા મળી રહ્યા છે.
