Skip to main content
Settings Settings for Dark

કેરળના વાયનાડ ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 143 લોકોના મૃત્યુ નીપજયા

Live TV

X
  • કેરળના વાયનાડ ભૂસ્ખલનમાં મૃત્યુ પામનારની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં અત્યાર સુધીમાં 143 લોકોના મૃત્યુ નીપજયા છે. જેમાં 116 લોકોનું પોસ્ટમોટર્મ કરવામાં આવ્યું છે. સાથે જ સેના , વાયુસેના , NDRF દ્વારા સતત બચાવની કામગીરી ચાલી રહી છે.

    પરંતુ ભારે વરસાદને કારણે તેમને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ રાજ્યસરકાર દ્વારા સતત દરેક સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે કેરળના મુખ્યમંત્રી દ્વારા કેરળમાં ભારે વરસાદને કારણે ભુસ્ખલન જેવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરવામાં આવી હતી.

    જેમાં પોલીસ સહીત તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા વાયનાડમાં આગામી દિવસોમાં ભારે વરસાદમાટે રેડ એલર્ટ સાથે મલ્લ્પુરમ, કોઝીકોડ, જેવા જીલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સાથે જ આ ઘટનાને કારણે કેરળમાં રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે અને તમામ સાર્વજનિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. 

    કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને વાયનાડમાં ભૂસ્ખલન પછી બચાવ કામગીરીનું સંકલન કરવા અને પહાડી જિલ્લામાં મોટા પ્રમાણમાં ભૂસ્ખલનને પગલે આગળના પગલાં અંગે ચર્ચા કરવા માટે મોડી રાત્રે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. અનેક વિભાગોના ટોચના અમલદારો અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરીને, મુખ્યમંત્રીએ બચાવ કામગીરીની સમીક્ષા કરી અને કેન્દ્ર સરકારની એજન્સીઓ સાથે સંકલન, આપત્તિ પ્રતિભાવ દળોની તૈનાતી અને રાહત શિબિરોમાં આરોગ્ય અને સલામતીની સાવચેતીઓ અને સુવિધાઓની સમીક્ષા કરી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply