કેરળ અને લક્ષદ્વીપના માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના
Live TV
-
કેરળમાં ચોમાસું બેસી ગયું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા વિધિવત જાહેરાત કરવામાં આવી છે. આ સાથે કેરળ અને લક્ષદ્રીપના માછીમારોને દરિયો ખેડવાની ના પાડવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ અરબ સાગર, લક્ષદ્રિપ અને મન્નારની ખાડી પર પ્રતિ કલાક 35 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવવાની આગાહી કરવામાં આવી છે.
કેરળમાં ચોમાસું બેસી ગયું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા વિધિવત જાહેરાત કરવામાં આવી છે. આ સાથે કેરળ અને લક્ષદ્રીપના માછીમારોને દરિયો ખેડવાની ના પાડવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ અરબ સાગર, લક્ષદ્રિપ અને મન્નારની ખાડી પર પ્રતિ કલાક 35 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવવાની આગાહી કરવામાં આવી છે. ખરાબ હવામાન અને દરિયો તોફાની થવાના પગલે રાજ્યના માછીમારોને 9, થી 11 જૂન દરમિયાન દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. તો, બીજી તરફ ગુજરાતમાં ગરમીનો પારો સતત વધતો જાય છે. દિવસ દરમિયાન કાળઝાળ ગરમીથી લોકો પરેશાન છે. હવામાન વિભાગની માહિતી મુજબ કેરળમાં વિધિવત ચોમાસું શરૂ થયું છે. આ સાથે આશા રાખવામાં આવે છે કે આગામી દિવસોમાં રાજ્યમાં પણ ચોમાસું શરૂ થઈ જશે.
