હું જનસેવક છું અને જનસેવા કરતો રહીશ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજી વખત પીએમ બન્યા બાદ પહેલી વખત કેરળની મુલાકાતે છે. કેરળના ત્રિસૂરમાં પ્રવાસ દરમિયાન તેમણે બીજેપી કાર્યકરોને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, હું કેરળની જનતાને અભિનંદન પાઠવું છે. કેરળ પણ મને બનારસ જેવું જ લાગે છે. જે લોકોએ ભાજપને મત નથી આપ્યો તે પણ અમારા છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજી વખત પીએમ બન્યા બાદ પહેલી વખત કેરળની મુલાકાતે છે. કેરળના ત્રિસૂરમાં પ્રવાસ દરમિયાન તેમણે બીજેપી કાર્યકરોને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, હું કેરળની જનતાને અભિનંદન પાઠવું છે. કેરળ પણ મને બનારસ જેવું જ લાગે છે. જે લોકોએ ભાજપને મત નથી આપ્યો તે પણ અમારા છે, હું જનસેવક છું અને જનસેવા કરતો રહીશ, તેમણે કેરળમાં ફેલાઈ રહેલા નિપાહ વાયરસને રોકવા કેન્દ્ર તરફથી સંપૂર્ણ મદદ કરવાની ખાતરી આપી હતી. જનસભા પહેલા પીએમ મોદી કેરળના પ્રસિદ્ર ગુરૂવાયૂર મંદિરે પહોંચ્યાં હતા અને અહીં તેમણે પરંપરાગત પરિધાનમાં કૃષ્ણના ચતુર્થભૂજ સ્વરૂપના દર્શન કરીને વિશેષ પૂજા અર્ચના કરી હતી. અહીં વડાપ્રધાન મોદીને 112 કિલો કમળના ફૂલથી તોલીને તુલાભાર વિધિ પણ કરવામાં આવી હતી.
