Skip to main content
Settings Settings for Dark

કોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પક્ષમાંથી આપ્યું રાજીનામું

Live TV

X
  • શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં જોડાયા

    કોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. તેઓ પોતાનું રાજીનામું રાહુલ ગાંધીને મોકલી અને શિવસેનામાં જોડાયા છે. તેઓ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં જોડાયા.

    મીડિયા સાથે વાત કરતા પ્રિયંકાએ કહ્યું કે હું મુંબઈમાં મોટી થઈ છું. થોડા વર્ષોથી મારો મુંબઈ થી સંપર્ક તૂટી ગયો હતો., પરંતુ હવે હું અહીં પાછી જોડાવા માંગુ છું. જ્યારે હું પાછી ફરવાનું નક્કી કરું છું, ત્યારે આ સંગઠન સિવાય અન્ય કોઈ પણ સંસ્થા ધ્યાનમાં આવતી નથી. પ્રિયંકા ચતુર્વેદી, તેઓની સાથે થાયેલ અત્યાચારના સંદર્ભમાં કહ્યું કે: "મને દુઃખ એ વાત નું છે કે આરોપીઓ ને ફરી પાછા બોલાવી લેવામાં આવ્યા છે."

    "મેં 10 વર્ષ કોંગ્રેસને આપ્યા.. મેં સમજી વિચારીને જ  શિવસેનામાં જોડાવાનો નિર્ણય કર્યો છે. જ્યાં પણ હું પાર્ટીને મજબૂત કરી શકું ત્યાં હું કામ કરીશ."  મથુરીની  ટિકિટ માંગવાન અંગે પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે મેં ટિકિટ માંગી નથી, પણ મારા મામાનું ઘર ત્યાં હોવાના કારણે જોડાણ છે.

    છેલ્લા કેટલાક દિવસથી પ્રિયંકા કોંગ્રેસથી નારાજ હતા. ભૂતકાળમાં, પ્રિયંકા રાફેલ ડીલ ને લગતી એક પ્રેસ કોન્ફરન્સમાં ઉત્તર પ્રદેશના મથુરા ગયા હતા ત્યારે તેમની  સાથે પક્ષના કેટલાક સભ્યોએ કથિત પણે ગેરવર્તન કર્યું હતું. આ સંદર્ભમાં ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક પત્ર જાહેર કરાયો હતો, જેને ટ્વિટર પર પ્રિયંકા ચતુર્વેદીએ પોસ્ટ કર્યો હતો. તેઓએ આ પક્ષના કાર્યકરોને 'ગુન્ડા' તરીકે સંબોધ્યા હતા.

    આ ઘટના બાદ પક્ષે પ્રિયંકાની ફરિયાદ પર દુર્વ્યવહારથી કરનાર સભ્યોને કાઢી મૂક્યા હતા, પરંતુ બુધવારે તે સદસ્યો પાર્ટીમાં ફરી શામેલ થયા હતા, જેના પછી પ્રિયંકા ચતુર્વેદીએ પક્ષના વર્તન પર હતાશા વ્યક્ત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply