Skip to main content
Settings Settings for Dark

પૂર્વ એક્સપ્રેસના 12 ડબ્બા રેલવે ટ્રેક પરથી ઉતર્યા

Live TV

X
  • ઉત્તર પ્રદેશના કાનપુર નજીક સર્જાઈ દુર્ઘટના

    ઉત્તરપ્રદેશના કાનપુરના રૂમા ગામ નજીક શનિવારે મોડી રાત્રે પૂર્વા એક્સપ્રેસના 12 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. જેમાં કેટલાક મુસાફરોને ઇજા પહોંચી હોવાના અહેવાલ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગ અને રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને રાહતકાર્ય હાથ ધર્યું છે. પૂર્વ એક્સપ્રેસ હાવડાથી નવી દિલ્હી જઇ રહી હતી. તે કાનપુર પહોંચવાની હતી, પરંતુ રૂમા સ્ટેશન પાસે ટ્રેનના 12 જેટલા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેમા 10 પેસેન્જર કોચ, એક પેટ્રી કાર અને એક પાવર કાર સામેલ છે. જેમાંથી 4 કોચ ટ્રેક નજીક પલટી ગયા હોવાની માહિતી મળી છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે શનિવારે મોડી રાત્રે 1 વાગ્યે બનેલી આ દુર્ઘટના કપલિંગ તૂટવાના કારણે બની છે. મુસાફરોને કાનપુરથી દિલ્હી લઇ જવા માટે અન્ય ટ્રેનની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. હાલ ઇલ્હાબાદ-કાનપુર રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને 11 ટ્રેન કેન્સલ કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply