કોરોના અપડેટઃ ભારતમાં 24 કલાકમાં કોરોનાના 7,350 નવા કેસ નોંધાયા, 202 દર્દીના મૃત્યુ
Live TV
-
આરોગ્ય મંત્રાલય જાહેર કરેલ આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 7,350 દર્દીઓ નોંધાયા છે જ્યારે 7,973 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 202 દર્દીઓના કોરોનાથી મોત થયા હતા.
દેશમાં હાલ કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે ત્યારે કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા 91,456 પર પહોંચી છે જે 561 દિવસ પછી દેશમાં સૌથી ઓછા એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8,55,692 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા જેમાંથી 7,350 કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાના કુલ 65.66 કરોડથી વધારે સેમ્પલ ટેસ્ટ કરાયા છે. દેશમાં કોરોના રસીકરણ પણ ઝડપથી થઈ રહ્યું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં કુલ 19,10,917 લોકોને કોરોનાની રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કોરોનાની રસીના કુલ 1,33,17,84,462 થી વધારે ડોઝ અપાયાઈ ચુક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,41,30,768 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે.
