કોરોના અપડેટઃ ભારતમાં 24 કલાકમાં કોરોનાના 8,306 નવા કેસ નોંધાયા, 211 દર્દીના મૃત્યુ
Live TV
-
આરોગ્ય મંત્રાલય જાહેર કરેલ આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 8,306 દર્દીઓ નોંધાયા છે જ્યારે 8,834 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 211 દર્દીઓના કોરોનાથી મોત થયા હતા.
દેશમાં હાલ કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે ત્યારે કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા 98,416 પર પહોંચી છે જે 552 દિવસ પછી દેશમાં સૌથી ઓછા એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8,86,263 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા જેમાંથી 8,306 કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાના કુલ 64.80 કરોડથી વધારે સેમ્પલ ટેસ્ટ કરાયા છે. દેશમાં કોરોના રસીકરણ પણ ઝડપથી થઈ રહ્યું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં કુલ 24,55,911 લોકોને કોરોનાની રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કોરોનાની રસીના કુલ 127.63 કરોડથી વધારે ડોઝ અપાયાઈ ચુક્યા છે.
કોવિડ19ના નવા વેરિયન્ટ ઓમિક્રોનના દેશમાં અત્યાર સુધીમાં 21 કેસ નોંધાઈ ચુક્યા ચે. મહારાષ્ટ્રમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના સાત નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, રાજસ્થાનમાં વધુ 9 કેસ નોંધાયા છે. આ સાથે હવે દેશમાં ઓમિક્રોનના કુલ 21 કેસ નોંધાયા છે. રાજસ્થાનમાં એક જ પરિવારના 9 લોકો કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા છે. આ પરિવાર તાજેતરમાં દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યો હતો. આ પહેલાં ગુજરાતના જામનગરમાં અને કર્ણાટકમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસ નોંધાઈ ચુક્યા છે.
