કોરોના રસીકરણ ઉત્સવનો આજે બીજો દિવસ
Live TV
-
પ્રધાનમંત્રીએ ગઈકાલ થી રસીકરણ મોહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. અને દેશભરમાં ચાલી રહેલા વેક્સિન ઉત્સવનો આજે બીજો દિવસ છે. ચાર દિવસના આ આયોજનના પ્રથમ દિવસે રવિવારે કાર્ય સ્થળે ઉભા કરવામાં આવેલા વેક્સિનેશન કેન્દ્રો પર મોટી સંખ્યામાં વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. મહા અભિયાનનું લક્ષ્ય દેશમાં વધુમાં વધુ લોકોને વેક્સિન ડોઝ આપવાનો છે. રવિવારે રાતે આઠ વાગ્યા સુધીમાં દેશભરમાં કોરોના વેક્સિનના 27 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં રસીકરણ કાર્યક્રમ શરૂ થયો તે પછી દેશમાં 10 કરોડ 43 લાખથી વધુ વેક્સિન રસી અપાઇ ચુકી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, આગામી ઓક્ટોબર મહિના સુધીમાં દેશમાં વધુ પાંચ વેક્સિન ઉપલબ્ધ થશે. રશિયન વેક્સિન સ્પુતનિકને પણ ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી શકે છે.
