કોરોના વાયરસઃ ઇરાનમાં ફસાયેલા ભારતીયોને એરફોર્સના વિમાનથી પરત લવાઈ રહ્યા છે
Live TV
-
ભારતે તહેરાનમાં મોકલ્યું એરફોર્સનું એક વિમાન, વિદેશમંત્રી એસ જયશંકરે ઇરાનમાં કાર્યરત ભારતીય દુતાવાસના પ્રયાસોની પ્રશંસા કરી
ઈરાનમાં કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે ભારતે પોતાના નાગરિકોને પરત બોલાવવા માટે તહેરાના ખાતે એરફોર્સનું વિમાન મોકલ્યું છે અને ભારતીયોના પરત લવાઇ રહ્યા છે. આ અંગે વિદેશમંત્રી એસ.જયશંકરે કહ્યું કે, પડકારજનક સ્થિતિમાં ઇરાનમાં કાર્યરત ભારતના દુતાવાસ અને ત્યાંની તબીબોની ટીમનો અમે આભાર માનીએ છીએ કે, તેઓના પ્રયાસ થકી ભારતીયોને પરત લાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ દુનિયામાં પણ કોરોનાનો કહેર યથાવત છે. 100 દેશ કોરોના વાઈરસની ઝપટમાં આવી ગયા છે. પ્રથમ વખત વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. તો બીજી તરફ કેરળમાં કોરોના વાયરસથી સંક્રમિત વધુ એક નવો કેસ સામે આવતા , કેરળમાં કોરોના વાયરસ સંક્રમિત લોકોની સંખ્યા 6 થઇ ગઇ છે. તો બીજી તરફ દિલ્હી, જમ્મુ-કાશ્મીર અને યુપીમાં 1-1 કેસ નોંધાતા સાથે જ, દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 45 થઇ ગઇ છે. જેમાંથી 16 ઇટલીના પર્યટક છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી કે.કે. શૈલજાએ જણાવ્યું છે કે, કેરળમાં વધતા જતાં સંક્રમિત કેસને લઇને, રાજ્યમાં વધુ સતર્કતા અને સાવધાનીના પગલા લેવાઈ રહ્યાં છે. રાજ્યને હાઇએલર્ટ પર પણ રાખવમાં આવ્યું છે. કોરોના વાયરસના સંદર્ભે કેબિનેટ સચિવે એક સમીક્ષા બેઠક કરી હતી. જેમાં સાવધાનીના ભાગરૂપે લેવાયેલા પગલાની સમીક્ષા કરાઈ હતી. કેન્દ્રિય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ હતું કે, દેશમાં કોરોના વાઇરસના 45 કેસો સામે આવ્યા છે. જેમાંથી 3 વ્યક્તિ સ્વસ્થ થઈ ગયા છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, કોરોના વાઇરસની તપાસ માટે 46 લેબોરેટરી ઉપલબ્ધ છે.
