Skip to main content
Settings Settings for Dark

કોરોના વાયરસઃ ઈરાનમાં ફસાયેલા 58 ભારતીયોને વિમાન મારફતે ભારત લવાયા

Live TV

X
  • તેહરાનથી વાયુસેનાનું વિમાન પહોંચ્યું હિંડન એયરબેઝ, કોરોના વાયરસના કારણે તમામ ભારતીયો ત્યાં ફસાયેલા હતા

    ઈરાનમાં કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે ત્યાં ફસાયેલા 58 ભારતીયોને સલામત રીતે ભારત લવાયા છે.  ભારતે પોતાના નાગરિકોને પરત બોલાવવા માટે તહેરાના  એરફોર્સનું વિમાન મોકલ્યું  હતું જે આજે સવારે તમામ  ભારતીયોને લઈને હિંડન એરબેઝ પર પહોંચ્યું હતું. આ અંગે વિદેશમંત્રી એસ.જયશંકરે કહ્યું કે, પડકારજનક સ્થિતિમાં ઇરાનમાં કાર્યરત ભારતના દુતાવાસ અને ત્યાંની તબીબોની ટીમનો અમે  આભાર માનીએ છીએ કે, તેઓના પ્રયાસ થકી ભારતીયોને પરત લાવવામાં આવ્યા .  બીજી તરફ દુનિયામાં પણ કોરોનાનો કહેર યથાવત છે. 100 દેશ કોરોના વાઈરસની ઝપટમાં આવી ગયા છે. પ્રથમ વખત વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. તો બીજી તરફ કેરળમાં કોરોના વાયરસથી સંક્રમિત વધુ એક નવો કેસ સામે આવતા , કેરળમાં કોરોના વાયરસ સંક્રમિત લોકોની સંખ્યા 6 થઇ ગઇ છે. તો બીજી તરફ દિલ્હી, જમ્મુ-કાશ્મીર અને યુપીમાં 1-1 કેસ નોંધાતા સાથે જ, દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 45 થઇ ગઇ છે. જેમાંથી 16 ઇટલીના પર્યટક છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી કે.કે. શૈલજાએ જણાવ્યું છે કે, કેરળમાં વધતા જતાં સંક્રમિત કેસને લઇને, રાજ્યમાં વધુ સતર્કતા અને સાવધાનીના પગલા લેવાઈ રહ્યાં છે. રાજ્યને હાઇએલર્ટ પર પણ રાખવમાં આવ્યું છે. કોરોના વાયરસના સંદર્ભે કેબિનેટ સચિવે એક સમીક્ષા બેઠક કરી હતી. જેમાં સાવધાનીના ભાગરૂપે લેવાયેલા પગલાની સમીક્ષા કરાઈ હતી. કેન્દ્રિય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ હતું કે, દેશમાં કોરોના વાઇરસના 45 કેસો સામે આવ્યા છે. જેમાંથી 3 વ્યક્તિ સ્વસ્થ થઈ ગયા છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, કોરોના વાઇરસની તપાસ માટે 46 લેબોરેટરી ઉપલબ્ધ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply