Skip to main content
Settings Settings for Dark

MPમાં કોંગ્રેસની સરકાર સંકટમાં, જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું

Live TV

X
  • પીએમ મોદી અને અમિત શાહ સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કરી મુલાકાત

    મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર સંકટમાં આવી ગઈ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. સિંધિયાએ સોનિયા ગાંધીને એક પત્ર લખી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. આ પહેલા સિંધિયાએ પીએમ મોદી અને અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. સિંધિયાના રાજીનામા બાદ મધ્યપ્રદેશ કોંગેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસના ધારાસભ્ય દળીની સાંજે બેઠક મળવાની છે. તો આ પહેલા  સિંધિયા જૂથના 6 મંત્રીઓ બેંગાલુરુ ગયા બાદ સરકાર પર આવેલા સંકટનું સમાધાન શોધવા માટે, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે કેબિનેટની બેઠક બોલાવી હતી. મોડી રાત્રે યોજાયેલી કેબિનેટની બેઠકમાં 17 મંત્રીઓએ મુખ્યમંત્રી કમલનાથને પોતાનું રાજીનામું સોંપ્યું છે. મંત્રીઓ બેંગાલુરુ ગયા છે. રાજીનામું આપનારા મંત્રીઓમાં જ્યોતિરાદિત્ય સિંધિયા જૂથના 7 મંત્રીઓ છે. આ મંત્રીઓની સાથે 17 ધારાસભ્યો પણ બેંગાલુરુ ગયા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply