કોરોના વાયરસના નવા સ્ટ્રેનને આઈસોલેટ કરવામાં સફળતા મેળવવા વાળો ભારત પ્રથમ દેશ
Live TV
-
કોરોના વાયરસના નવા સ્ટ્રેનને આઈસોલેટ કરવામાં ભારતને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે જેને આ વાઇરસના નવા સ્ટ્રેઈનને આઇસોલેટ કરવામાં સફળતા મેળવી છે. ભારતમાં અત્યારસુધી આ નવા સ્ટ્રેનના કુલ 29 કેસ નોંધાઈ ચૂક્યા છે.
ભારતે બ્રિટન માંથી આવેલા કોરોનાના નવા સ્ટ્રેનને આઈસોલેટ કરવામા મોટી સફળતા પ્રાપ્ત કરી છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુના દ્વારા આ સિધ્ધી નોધાવતા જ ભારત વિશ્વમા આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રથમ દેશ બની ગયો છે. સંસ્થા દ્વારા બ્રિટનથી ભારત આવેલા તમામ લોકોના સેમ્પલ લેવામા આવ્યા હતા. આ સેમ્પલોનું સંસોધન કરીને બ્રિટનથી આવેલા નવા કોરોના સ્ટ્રેનને આઇસોલેટ કરીને આ સિધ્ધી પ્રાપ્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે નવા સ્ટ્રેનનો આ વાઈરસ સૌપ્રથમ બ્રિટનમા જોવા મળ્યો હતો અને અત્યાર સુધીમા ભરતમા નવા સ્ટ્રેનના કુલ 29 કેસ નોધાઈ ચુક્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)એ જણાવ્યું છે કે સમગ્ર દેશમાં આવેલી તમામ પ્રયોગશાળાઓ મારફતે મહામારીના પ્રારંભિક દિવસોમાં જ કોવિડ -19ના પરિબળ સાર્સ કોવ-૨ની શોધ કરી લેવામાં આવી હતી.
