Skip to main content
Settings Settings for Dark

કો-વેક્સિન અને કોવિશિલ્ડ રસીના ઇમર્જન્સી ઉપયોગ માટે નિષ્ણાંતોની પેનલે કરી ભલામણ

Live TV

X
  • ભારત બાયોટેકની સ્વદેશી કો-વેક્સિન સહિત સિરમ ઈન્સ્ટીટ્યૂટના કોવિશિલ્ડના આપાતકાલીન ઉપયોગ માટે CDSCOની નિષ્ણાંત પેલનએ ભલામણ કરી. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા અંતિમ મહોર લગાવશે

    કોરોના મહામારી સામેની લડતમાં દેશ માટે વધુ એક સુખદ સમાચાર મળ્યા છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ની વિષય નિષ્ણાત સમિતિની બેઠક 1 અને 2 જાન્યુઆરી 2021ના રોજ યોજાઇ હતી અને ભારતીય દવા મહાનિયંત્રક માટે વિચારણા અને અંતિમ નિર્ણય અર્થે આ બેઠકમાં વિશેષજ્ઞો દ્વારા ભારત-બાયોટેકની કો- વેક્સિન અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશિલ્ડને આપાતકાલીન વપરાશ માટે મંજૂરી આપવા માટે ભલામણ કરવામાં આવી છે. પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાને નિયમનકારી શરતોને આધીન પ્રતિબંધિત ઇમરજન્સીની સ્થિતિમાં રસીના ઉપયોગની પરવાનગી માટે ભલામણ કરવામાં આવી છે. જયારે, હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડને ખાસ કરીને મ્યૂટન્ટ સ્ટ્રેઇનના સંક્રમણના સંદર્ભમાં અતિશય સાવચેતીના ભાગરૂપે જાહેર હિતને ધ્યાનમાં રાખીને, તબીબી પરીક્ષણ મોડમાં પ્રતિબંધિત ઇમરજન્સીની સ્થિતિમાં ઉપયોગની પરવાનગી માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાને ભલામણ કરી છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને ઇમરજન્સી વપરાશ પહેલાં ક્લિનિકલ ટ્રાયલનું ખાસ પાલન કરવા માટે સૂચવ્યું છે. ભારતમાં વિકસી રહેલી આ વેક્સિનોને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (D.G.C.I) તરફથી સત્તાવાર સ્વીકૃતિ મળે તેની રાહ જોવાઇ રહી છે. આ ઉપરાંત અમદાવાદ સ્થિત કેડિલા હેલ્થકેર લિમિટેડને તબક્કા-III તબીબી પરીક્ષણ પ્રોટોકોલ હાથ ધરવા માટે પરવાનગી આપવા માટે ભલામણ કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply