કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે “નેશનલ પોલીસ K-9 જર્નલ”નાં પ્રથમ અંકનું લોકાર્પણ કર્યું
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ‘નેશનલ પોલીસ કે-9 જર્નલ’ ના પ્રથમ અંકનું લોકાર્પણ કર્યું હતું. પોલીસ સેવા K9s (PSKs) એટલે કે પોલીસ શ્વાન (Police Dogs) વિષય પર દેશમાં બનેલું આ પ્રથમ પ્રકાશન છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના ડાયરેક્ટર જનરલ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાલે નવી દિલ્હીમાં ‘નેશનલ પોલીસ કે-9 જર્નલ’ ના પ્રથમ અંકનું લોકાર્પણ કર્યું હતું. પોલીસ સેવા K9s (PSKs) એટલે કે પોલીસ શ્વાન (Police Dogs) વિષય પર દેશમાં બનેલું આ પ્રથમ પ્રકાશન છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના ડાયરેક્ટર જનરલ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સાથે જ દેશમાંથી કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ વર્ચ્યુઅલ કોન્ફરન્સના માધ્યમથી આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં.
આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, “આ એક અનોખી પહેલ છે, જે દેશમાં પોલીસ સેવા K9s (PSKs) ટીમો સાથે સંબંધિત વિષયોને વધારે સમૃદ્ધ બનાવશે”. વાતને આગળ વધારતા તેમણે ઉમેર્યું હતું કે, “રાષ્ટ્રીય સુરક્ષા સર્વોપરી છે અને સુરક્ષા સાથે સંબંધિત તમામ પાસાંઓ પર એકસરખું ધ્યાન આપવા માટે અમારી સરકાર પ્રામાણિકતાથી પ્રયાસ કરી રહી છે. જેમ સમાજની સુરક્ષા કરવા ટ્રેન કે ઉપગ્રહકોને ઉપયોગ દેશમાં થઈ રહ્યો છે, એ જ રીતે પોલીસની શ્વાસ ટુકડી પણ એક ફોર્સ મલ્ટિપ્લાયર સ્વરૂપે કામ કરી શકે છે”. તેમણે જણાવ્યું હતું કે, “આ તાલીમબદ્ધ શ્વાનની ટુકડીનો ઉપયોગ માદક પદાર્થો શોધવાથી લઈને આંતકવાદીઓનો મુકાબલો કરવામાં સારી રીતે કરી શકાય છે”.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયનાં પોલીસ આધુનિકરણ ડિવિઝન અંતર્ગત દેશમાં પોલીસ સાથે સેવામાં કાર્યરત K9 ટુકડીઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને આ ટુકડીઓને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે નવેમ્બર, 2019માં વિશેષ પોલીસ K9 સેલની સ્થાપના કરવામાં આવી હતી. આ વિશેષ સેલની સ્થાપનાનો ઉદ્દેશ દેશમાં K9s સેવાઓને મુખ્ય પ્રવાહમાં લાવવાનો અને દેશહિત માટે આ સેવાનો સક્ષમ રીતે ઉપયોગ તથા પ્રોત્સાહન આપવાનો છે. નેશનલ પોલીસ K9 જર્નલ, આ મહત્વપૂર્ણ સંસાધનને તાલીમ આપવા દેશમાં એક ઇકોસિસ્ટમ ઊભી કરવાની દિશા તરફનું પગલું છે. ‘નેશનલ પોલીસ K9’ જર્નલ હિંદી અને અંગ્રેજી એમ બે ભાષામાં 11 અલગ-અલગ વિભાગમાં વહેચાયેલું છે. આ જર્નલના પ્રથમ અંકમાં સુરક્ષા દળોના કર્મચારીઓ ઉપરાંત ઘણા પ્રતિષ્ઠિત વિદેશી નિષ્ણાતોએ પણ લેખો લખ્યાં છે. આ જર્નલ વર્ષમાં બે વાર એપ્રિલ અને ઓક્ટોબર મહિનામાં પ્રકાશિત થશે.
