Skip to main content
Settings Settings for Dark

કોરોના વાયરસનું સંકટ છે ત્યાં સુધી ગરીબ પરિવારની જવાબદારી લેજો - પ્રધાનમંત્રી

Live TV

X
  • મારા માટે ગરીબોની મદદથી વધુ સન્માનનીય વાત બીજી કોઈ હોઈ ન શકે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે ટ્વીટર પર ટ્વીટ કરી ગરીબોની મદદ કરવા માટે વિશેષ ધ્યાનાકર્ષક વાત કરી છે..પ્રધાનમંત્રીએ ટ્વીટર પર લખ્યુ કે મારું એ બાબત તરફ ધ્યાન દોરવામાં આવ્યુ છે કે કેટલાક લોકો મોદીના સન્માનમાં 5 મિનિટ ઉભા રહેવા એક અભિયાન ચલાવી રહ્યા છે. પ્રથમ દ્રષ્ટિએ તો તે મોદીને વિવાદોમાં ઘસડી જવા જેવુ લાગે છે, તેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું.જો કોઈ સારા ઈરાદાથી પણ આમ કરતા હોય અને જો તેઓ મને ખરેખર પ્રેમ કરતા હોય તથા મોદીનુ સન્માન કરતા હોય તો તેમણે એક ગરીબ પરિવારની કોરોના વાઈરસની કટોકટીનો અંત ન આવે ત્યાં સુધી જવાબદારી લેવી જોઈએ. આ બાબતથી વિશેષ કંઈજ મારા માટે સન્માનિય હશે નહીં. મારો
    આગ્રહ છે કે જો ખરેખર તમારા મનમાં મારા પ્રત્યે એટલો પ્રેમ છે અને મોદીને સન્માનિત કરવા માગો છો તો એક ગરીબ પરિવારની જવાબદારી ત્યાં સુધી ઉઠાવો કે જ્યાં સુધી કોરોના વાઈરસ સંકટનો અંત ન આવે. મારા માટે તેનાથી વિશેષ સન્માનની કોઈ વાત હોઈ શકે નહીં.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply