કોરોના વાયરસ : દેશમાં 43 પોઝિટિવ કેસ, તંત્ર હાઇએલર્ટ પર
Live TV
-
આરોગ્ય અને કુંટુબ કલ્યાણ વિભાગના સચિવ સંજીવ કુમારે દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતુ કે નવા ત્રણ કેસો દિલ્હી, જમ્મુ અને ઉત્તરપ્રદેશમાં નોંધાયા છે.
કેરળમાં કોરોના વાયરસથી સંક્રમિત વધુ એક નવો કેસ સામે આવતા કેરળમાં કોરોના વાયરસ સંક્રમિત લોકોની સંખ્યા 6 થઇ ગઇ છે. તો બીજી તરફ દિલ્હી, જમ્મુ-કાશ્મીર અને યુપીમાં એક - એક કેસ નોંધાતા આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 42 થઇ ગઇ છે. જેમાંથી 16 ઇટલીના પર્યટક છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી કે.કે. શૈલજાએ જણાવ્યું છે કે, કેરળમાં વધતા જતાં સંક્રમિત કેસને લઇને રાજ્યમાં વધુ સતર્કતા અને સાવધાનીના પગલા લેવાઈ રહ્યાં છે. રાજ્યને હાઇએલર્ટ પર પણ રાખવમાં આવ્યું છે. કોરોના વાયરસના સંદર્ભે કેબિનેટ સચિવે એક સમીક્ષા બેઠક કરી હતી. જેમાં સાવધાનીના ભાગરૂપે લેવાયેલા પગલાની સમીક્ષા કરાઈ હતી.
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની અસર વચ્ચે ભારતમાં પણ કોરોનાના 42 કેસ નોંધાયા છે.ત્યારે અમદાવાદમાં કોરોના વાયરસને પહોંચી વળવા માટે કોર્પોરેશને ખાસ તૈયારીઓ કરી છે.હોસ્પિટલોમાં ખાસ વોર્ડ ઉભા કરાયા છે.જેને લઈ મેયર બિજલબેન પટેલે પત્રકારોને ખાસ જાણકારી આપી હતી.કોરોના વાયરસને કારણે વૈશ્વિક બજારોમાં મંદીનો માહોલ યથાવત છે.જેની અસર આજે ભારતીય શેરબજારો પર પણ જોવા મળી હતી.દિવસની શરૂઆતમાં આજે ભારે કડાકો જોવા મળ્યો હતો.શરૂઆતી વેપારમાં BSE સેન્સેક્સ 1400થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો તો નિફ્ટી પણ 400થી વધારે પોઈન્ટના કડાકા સાથે ખુલ્યો હતો.જેના કારણે શેરહોલ્ડરોમાં નિરાશા વ્યાપી ગઈ હતી.હાલ મિડ અને સ્મોલ કેપ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે.તો ઓઈલ અને ગેસ સેક્ટરમાં પણ ભારે નબળાઈ દેખાઈ રહી છે.હાલ બેન્કિંગ, ઓટો, FMCG, IT, મેટલ, ફાર્મા અને રિયલ્ટી સેક્ટરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.હાલ BSE સેન્સેક્સ 1600થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે જ્યારે નિફ્ટી 450થી વધુના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે.
