Skip to main content
Settings Settings for Dark

દિવ્યાંગ કારીગરોને તેમના ઉત્પાદનો વેચવા માટે સરકાર ઓનલાઇન પ્લેટફોર્મ પૂરું પાડશે : ક્રુષ્ણ પાલ ગુર્જર

Live TV

X
  • આ મહિનાની બીજી તારીખે શરૂ થયેલ આ કાર્યક્રમ દરમિયાન 17 રાજ્યોના 82 થી વધુ દિવ્યાંગજનોએ તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું હતું. 

    સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી, કૃષ્ણ પાલ ગુર્જરે આજે કહ્યું હતું કે, દિવ્યાંગ કારીગરોને તેમના ઉત્પાદનો વેચવા માટે સરકાર એક ઓનલાઇન પ્લેટફોર્મ આપશે. સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી કૃષ્ણ પાલ ગુર્જરે આજે નવી દિલ્હીમાં એક અઠવાડિયા લાંબી એક્ઝિબિશન-કમ-ફેર “એકમ ફેસ્ટ” ના સમાપન સમારોહને સંબોધન કરતાં આ વાત કહી હતી. તેમણે કહ્યું કે, એકમ ફેસ્ટ દિવ્યાંગ સમુદાયમાં ઉદ્યોગસાહસિકતા અને સ્કિલ ડેવલોપમેન્ટને પ્રોત્સાહન આપવા તેમજ માર્કેટિંગની તકો પૂરી પાડવા માટેનો એક પ્રયાસ છે.

    આ મહિનાની બીજી તારીખે શરૂ થયેલ આ કાર્યક્રમ દરમિયાન 17 રાજ્યોના 82 થી વધુ દિવ્યાંગજનોએ તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું હતું. રાષ્ટ્રીય વિકલાંગ ફાઇનાન્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન આ નિશ્ચિત ઉદ્યોગસાહસિકોના ઉત્પાદનોના માર્કેટિંગ માટે બ્રાન્ડ અને પ્લેટફોર્મના વિકાસ માટે પ્રયત્નો કરી રહ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply