Skip to main content
Settings Settings for Dark

છેલ્લાં પાંચ વર્ષમાં લઘુમતી સમુદાયોની લગભગ 2 કરોડ મહિલાઓને સરકારી યોજનાઓનો લાભ મળ્યો 

Live TV

X
  • ગરીબ નવાઝ સ્વરોજગાર યોજના, સીખો ઓર કમાઓ યોજના અને નવી મંઝિલ યોજના દ્વારા ચાર લાખથી વધુ મહિલાઓને રોજગારલક્ષી કૌશલ્ય વિકાસ પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે.

    લઘુમતી સમુદાયોની લગભગ બે કરોડ મહિલાઓએ છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ યોજનાનો લાભ લીધો છે. લઘુમતી બાબતોના મંત્રાલયે કહ્યું છે કે સરકાર લઘુમતી સમુદાયોની મહિલાઓના સામાજિક-આર્થિક અને શૈક્ષણિક સશક્તિકરણ માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી રહી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ગરીબ નવાઝ સ્વરોજગાર યોજના, સીખો ઓર કમાઓ યોજના અને નવી મંઝિલ યોજના દ્વારા ચાર લાખથી વધુ મહિલાઓને રોજગારલક્ષી કૌશલ્ય વિકાસ પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે.

    મંત્રાલયે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન એક લાખ 35 હજાર મહિલા કારીગરોને હુનર હાટ્સ દ્વારા લાભ મળ્યો છે. હુનર હાટ્સ યુવા ઉદ્યોગસાહસિકો અને ઉત્સાહીઓને આજીવિકાની સાથે સર્જનાત્મકતાના નવતર માધ્યમોના પ્રયોગ અને અન્વેષણ માટે અનન્ય તકો આપે છે. હુનર હાટ્સ સાથે મોટી સંખ્યામાં મહિલા સ્વ-સહાય જૂથો સંકળાયેલા છે. મંત્રાલય લઘુમતી સમુદાયોની મહિલાઓના નેતૃત્વ વિકાસના ઉદ્દેશ્ય સાથે નવી રોશની યોજના પણ અમલમાં મુકી છે. છેલ્લાં પાંચ વર્ષમાં લગભગ ત્રણ લાખ મહિલાઓને વિવિધ નેતૃત્વ વિકાસ તાલીમ આપવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply