Skip to main content
Settings Settings for Dark

કોરોના વાયરસ પર બીગ બી અમિતાભ બચ્ચને દેશી અંદાજમાં સંભળાવી કવિતા

Live TV

X
  • અમિતાભે કવિતામાં કોરોના વાયરસથી બચવા ઉપાય બતાવ્યા અને કોરોના વાયરસને બતાવ્યો ઠેંગો

    વિશ્વના 107થી વધુ દેશોમાં કોરોના વાયરસને કહેર જોવા મળી રહ્યો છે..ત્યારે  અલગ અલગ રીતે લોકો કોરોના વાયરસથી બચવાના ઉપાયો બતાવી રહ્યા છે..જેમાં બીગ બી અમિતાભે ટ્વીટર પર એક દિલચસ્પ વીડિયો ટ્વીટ કર્યો છે જેમાં તેઓ કોરોનાને ઠેંગો દેખાડી રહ્યા છે. રસપ્રદ એ પણ છે કે તેઓ દેશી અંદાજમાં પોતાની અવધી ભાષામાં કવિતા દ્વારા આ સંદેશ આપી રહ્યા છે.

    અમિતાભે પોતાની કવિતામાં કહ્યું કે ‘બહતેરે ઇલાજ બતાવેં, જન જનમાનસ સબ. કેકર સુનૈં કેકર નાહીં કૌન બતાઇ ઇ સબ. ક્યેઉ કહેસ કલોંજી પીસો, કેઉ આંબલા રસ. કેઉ કહેસ ઘર મા બેઠઓ હિલો ન ટસ સે મસ. ઇર કહિન ઔ બીર કહિન કિ અઇસા કુછ ભી કરૌ ના. બિન સાબુન કે હાથ ધોઇ કે, કેઉ કે ભૈયા છુઅવ ના. હમ કહા ચલૌ હમહ કર દેત હૈ જૈસન બોલૈં સબ. આવૈ દેવ કોરોના ફિરૌના ઠેંગવા દેખાઉબ તબ’. અમિતાભના આ વીડિયોમાં અવધીનો આવો પ્રયોગ જોઇ તેમના ફૈન પણ ખૂબ જ ખુશ થયા. એક ફૈને તેમને જવાબ આપતા લખ્યું, કંઇ સમજાયું તો નહીં પરંતુ તમારા એક્સપ્રેશન ખૂબ જ સારા છે.

    કોરોના વાયરસથી દુનિયાભરમાં 4200થી વધુ લોકોના મોત થઇ ચૂકયા છે ત્યાં 117000થી વધુ લોકો તેનાથી સંક્રમિત છે. ભારતે પણ કમર કસતા 15મી એપ્રિલ સુધીના વીઝા રદ્દ કરી દીધા છે. કેટલાંય શહેરોમાં 31મી માર્ચ સુધી સ્કૂલ અને કોલેજ બંધ કરી દીધી છે. આ સિવાય સરકાર બીજા દેશોમાં ફસાયેલા ભારતીયોને પણ નીકાળવાની કોશિષ કરી રહ્યું છે. ભારતમાં પણ કોરોના વાયરસના અત્યાર સુધીમાં 76 કેસ સામે આવ્યા છે..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply