Skip to main content
Settings Settings for Dark

કોરોના વાયરસ સામે લડવા PM-CARES ફંડમાં અભિનેતા અક્ષયકુમારે આપ્યા 25 કરોડ

Live TV

X
  • પીએમની અપીલ બાદ તુરંત અક્ષયકુમારે ટ્વીટ કરી દાનની જાહેરાત કરી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને દૂર કરવા તમામ પ્રયાસ કરી રહ્યા છે.ત્યારે પ્રધાનમંત્રીએ આજે ટ્વીટર પર PM-CARES ફંડમાં નાગરિકોને સ્વેચ્છાએ મદદ માટે આગળ આવવા અને દાન કરવા અપીલ કરી છે..પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, 'આ ભંડોળ કોરોના વાયરસથી સર્જાતા આ પ્રતિકૂળ સંજોગોમાં જરૂરિયાતમંદોને સહાય પૂરી પાડવાનું એક સાધન બનશે.'પીએમ મોદીની અપીલના થોડીવાર બાદ અભિનેતા અક્ષય કુમારે 25 કરોડનું દાન આપ્યું હતું. અક્ષય કુમારે ટ્વીટ કર્યું, 'આ તે સમય છે જ્યારે કોઈ પણ માનવીના જીવનની કિંમત સૌથી વધુ હોય છે. આવી સ્થિતિમાં, આપણે મદદ માટે તમામ જરૂરી પગલાં લેવા પડશે. આવા નિર્ણાયક સમયે, હું મારી બચતમાંથી 25
    કરોડની સહાય કરું છું. કારણ કે જો જીવન છે, તો તે વિશ્વ છે.

    આ સમય દરમિયાન વડા પ્રધાને કહ્યું કે કોરોના સામેના યુદ્ધમાં દરેક મદદ કરી શકે છે. PM-CARES ફંડ લોકોની ભાવનાઓને માન આપવા માટે બનાવવામાં આવ્યું છે. દાનની કોઈ મર્યાદા નથી અને દાનની નાની રકમ પણ સ્વીકારવામાં આવશે. લોકોની સહાયથી, આપણી ક્ષમતા વધશે અને આ સંજોગોમાં વધુને વધુ લોકો મદદ કરી શકશે.પીએમ મોદીએ ટ્વીટ કર્યું, 'હું મારા દેશવાસીઓને વિનંતી કરું છું કે તેઓ તેમની ઇચ્છા પ્રમાણે પીએમ કેર ફંડમાં દાન આપે. આવનારા સમયમાં સરકાર આવી પરિસ્થિતિનો સામનો કરવામાં મદદ કરશે. હું જેઓ દાનમાં ઉદારતાથી આપી રહ્યા છે તેમની લાગણીઓને માન આપું છું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply