કોરોના વાયરસ: PMએ ચીનને મદદની ઓફર કરી, જાણો ચીને શું કહ્યું?
Live TV
-
ચીનમાં કોરોના વાયરસના કારણે 909થી વધુ લોકો મોતને ભેટ્યા છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના કારણે ચીનમાં લોકોના મોત પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પત્ર લખ્યો. તેમણે કોરોના વાયરસના પ્રકોપને લઇને ચીનના લોકોની સાથે ભારતની એકજૂથતા દર્શાવી. પીએમ મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા હુબેઇ પ્રાંતમાંથી ભારતીયોને બહાર કાઢવામાં કરવામાં આવેલી મદદના વખાણ કર્યા. અત્યાર સુધીમાં ચીનમાં કોરોના વાયરસના કારણે 909થી વધુ લોકો મોતને ભેટ્યા છે. જ્યારે કે 35 હજાર લોકો સંક્રમણનો શિકાર બન્યા છે. ચીનના રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં પીએમ મોદીએ કોરાના વાયરસના પ્રકોપના મુકાબલા માટે ભારત તરફથી મદદની ઓફર કરી.ભારતમાં ચીનના રાજદૂતે પી.એમ.એ. લખેલા પત્ર બદલ આભાર વ્યક્ત કર્યો છે. મિત્રતા પૂર્ણ સંદેશ તથા ભારતની મદદની પ્રશંસા પણ કરી છે