સરકાર ઉદ્યોગ જગતને ટેકનોલોજી સંબંધિત સહયોગ આપવા માટે કટિબદ્ધ : નિર્મલા સિતારમન
Live TV
-
કોલકાતામાં ઔદ્યોગિકર અને ઉદ્યોગ જગતની રજૂઆતો સાથે બજેટ -2020 પર ચર્ચાના કાર્યક્રમમાં નાણામંત્રીએ લીધો ભાગ
કેન્દ્રિય નાણામંત્રી નિર્માલા સિતારામણે કહ્યું હતું કે સરકારના મહત્વના નૂતન ભારતની પરિકલ્પને સાકાર કરવા માટે ઉદ્યોગ જગત પાસેથી સહયોગ લેવાનું સરકાર યથાવત રાખશે. તેમણે કહ્યું હતુંકે ઉદ્યોગ જગત સહિતના તમામ ક્ષેત્રોએ ન્યુ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે અત્યાર સુધી સકારાત્મક સહકાર આપવાનું ચાલુ રાખ્યું છે. કોલકાતામાં ઔદ્યોગિકર અને ઉદ્યોગ જગતની રજૂઆતો સાથે બજેટ -2020 પર ચર્ચાના કાર્યક્રમમા્ં ભાગ લેતા તેમણે કહ્યુ હતુંકે સરકાર ઉદ્યોગ જગતને ટેકનોલોજી સંબંધિત સહયોગ આપવા માટે કટિબદ્ધ છે. તેમણે કહ્યું કે ઉદ્યોગકારો અને ડિજિટલ ભારતના ક્ષેત્રની પહેલના કારણે નૂતન ભારતની પરિકલ્પના સાકાર થઇ શકશે...સરકાર વેપાર અને તેના સુગમ સંચાલન સુનિશ્ચિત કરવા માટે પોતાના પ્રયત્નો કરી રહી છે. સીતારામણે ત્રણ મહિનામાં એકવારની જગ્યાએ વસ્તુ અને સેવાકરના દરોમાં એક વર્ષમાં વિચારણા કરવા ઉપર ભાર મૂક્યો હતો.