15મી જાન્યુઆરી અને તે પછીના દિવસોમાં ચીન ગયેલા લોકોને ભારતમાં પ્રવેશવા દેવાશે નહી :DGCA
Live TV
-
નાગરિક ઉડ્ડયન અંગેના નિદેશાલય DGCA જણાવ્યું છે કે, 15મી જાન્યુઆરી અને તે પછીના દિવસોમાં ચીન ગયેલા લોકોને ભારતમાં પ્રવેશવા દેવાશે નહીં. આ અંગેના પરિષદમાં ડીજીસીએએ જણાવ્યું છે કે, નેપાળ, ભૂતાન સહિત પાડોશી દેશોની જમીન સરહદ વિમાન માર્ગે અથવા દરિયાઈ માર્ગે ચીનથી પાછા ફરનાર પ્રવાસીઓને પ્રવેશ અપાશે નહીં. એવી જ રીતે ચીન જવા માટે 5 ફેબ્રુઆરી પહેલાં અપાયેલા બધા જ વિઝા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરિપત્રમાં સ્પષ્ટતા કરાઈ છે કે, વિઝા અંગેના નિયંત્રણો ચીન સહિત વિદેશી નાગરિકોને લાગુ થશે નહીં. ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન એરલાઈન્સ, એરઈન્ડિયા અને ઈન્ડિગોએ ચીન જતાં અને આવતા તમામ ઉડ્ડયનો રદ્દ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત પહેલી અને બીજી ફેબ્રુઆરીએ એરઇન્ડિયાએ ચીનના વુહાન શહેરમાં ફસાયેલા 647 ભારતીય નાગરીકોને સલામત રીતે સ્વદેશ લાવવા બે વિમાન ઉડ્ડયનનો હાથ ધર્યા હતા.અત્યાર સુધીમાં કેરળના 3 નાગરિકો કોરોના વાઈરસથી સંક્રમિત થયાછે. આરોગ્ય સચિવ પ્રીતિ સુદાને કોરોનાવાઈરસના સંભવિત પ્રચારને અટકાવવા કરાયેલી પૂર્વ તૈયારીની સમીક્ષા કરી છે. બધા જ વિમાનમથકોએ સિંગાપુર, હોંગકોંગ, ચીન તથા થાઈલેન્ડથી આવનાર મુસાફરોના સ્કીનિંગની કામગીરી ચાલી રહી છે. બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સતર્ક રહેવાની તથા દવા, માસ્ક જેવા વ્યક્તિગત સંરક્ષણના સાધનો સજ્જ રાખવાની સૂચના અપાઈ છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસની આશંકા હોવાથી હોસ્પિટલમાં દાખલ કરાયેલ એક ચીની નાગરિક સહિત છ લોકોના કોરોના વાઈરસ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. નાગાલેન્ડના સ્વાસ્થ્ય મંત્રી પગ્ન્યુફોમે કહ્યું કે, નાગાલેન્ડમાં હજુ સુધી નોવેલ કોરોનાવાઈરસનો એક પણ કેસ નોંધાયો નથી. આસામમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના ડાયરેક્ટર ડોક્ટર એસ. લક્ષ્મણને કહ્યું છે કે, આસામમાં કોરોના વાઈરસનો નવો કોઈ કેસ નોંધાયો નથી. સલામતીના ભાગરૂપે 53 લોકોને અલગ રાખવામાં આવ્યા છે. દરમિયાન ચીનમાં કોરોનાથી સૌથી અસરગ્રસ્ત હુબેઇ પ્રાંતમાં વધુ 81 લોકોના મોત નિપજતા કુલ મૃત્યુઆંક વધીને 811 થયો છે.