Skip to main content
Settings Settings for Dark

Mumbai : મુંબઈમાં યોજાયેલી ઈ-ગવર્નન્સ અંગેની રાષ્ટ્રીય પરિષદનું સમાપન

Live TV

X
  • Mumbai : મુંબઈમાં યોજાયેલી ઈ - ગવર્નન્સ અંગેની રાષ્ટ્રીય પરિષદનું ગઈકાલે સમાપન થયું છે. બે દિવસ માટેની આ પરિષદમાં ડિજીટલ ટેકનોલોજીના ઉપયોગથી વહિવટીતંત્રમાં પરિવર્તન તથા આ ક્ષેત્રના પડકારો અને તકો અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. કેન્દ્રિય મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહે પરિષદના સમાપન સત્રને સંબોધતાં જણાવ્યું હતું કે, ભારતની 21મી સદીની વિકાસયાત્રા માટે ઈ- ગવર્નન્સ ચાવીરૂપ પરિબળ છે.

    પરિષદના છેલ્લા દિવસે ઈ - ગવર્નન્સ અંગેના ઘોષણાપત્રનો સર્વસંમતિથી સ્વીકાર કરાયો. ગઈકાલે આ ક્ષેત્રની પહેલને અસરકારક રીતે અમલમાં મૂકનારને રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ પુરસ્કારો અર્પણ કરાયા હતા. ડિજીટલ પરિવર્તન ક્ષેત્રની શ્રેષ્ઠ કામગીરી માટે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય હેઠળના રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે સુવર્ણચંદ્રક આપવામાં આવ્યા. જ્યારે નાગરિકલક્ષી સેવાઓ પ્રદાન કરવામાં નોંધપાત્ર કામગીરી કરનાર હરિયાણાના આઈ.ટી. વિભાગને અંત્યોદય સરલ હરિયાણા માટે સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. આઈઆઈટી રૂરકીની ઉપગ્રહ આધારિત કૃષિ માહિતી વ્યવસ્થાને નાગરિકલક્ષી તથા સંશોધનાત્મક ક્ષેત્રની શ્રેષ્ઠ કામગીરી માટેનો સુવર્ણચંદ્રક અર્પણ કરાયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-12-2024 Max Temp : °C Min Temp : °C
apply