Skip to main content
Settings Settings for Dark

કોરોના વોરિયર્સના બાળકો માટે MBBSની 5 બેઠકો અનામત રાખવામાં આવશે 

Live TV

X
  • દેશમાં કોરોના સામેની લડાઈ સતત ચાલી રહી છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને કોરોના વોરિયર્સ માટે એક મોટી જાહેરાત કરી છે. કોરોના મહામારીમાં દર્દીઓની સેવામાં રાત દિવસ લાગેલા કોરોના વોરિયર્સના બાળકો માટે MBBSની 5 બેઠકો અનામત રહેશે. 

    કોરોના વોરિયર્સના ઉત્સાહમાં વધારો

    આ જાહેરાતથી કોરોના વોરિયર્સના ઉત્સાહમાં વધારો થયો છે. તો સતત 11 દિવસે પણ દેશમાં 50 હજારથી ઓછા કેસ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના પ્રયાસોને કારણે ,સતત સફળતાઓ મળી રહી છે. દેશમાં રિકવરી રેટ વધીને 93.58 ટકા થયો છે.છેલ્લા 24 કલાકમાં 48 હજાર 493 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે અત્યાર સુધી કુલ 83 લાખ 83 હજાર 602 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તો છેલ્લા 24 કલાકમાં 585 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.દેશમાં કુલ એક લાખ 31 હજાર 578 લોકોના મૃત્યુ થતાં મૃત્યુદર 1.47 ટકા થયો છે. 

    દિલ્લીમાં કોરોનાના કારણે લગ્ન સમારંભમાં મહેમાનોની સંખ્યા પર કાપ 

    વાત જો એક્ટિવ કેસની કરીએ તો દેશમાં હાલ 4 લાખ 43 હજાર 303 લોકો કોરોના પોઝિટિવ છે. તો સરકાર દ્વારા રેકોર્ડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. 18 નવેમ્બર સુધી દેશમાં 12 કરોડ 85 લાખ 8 હજાર 389 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ દિલ્લીમાં વધતા કોરોના કેસને લઈ લગ્ન સમારંભમાં મહેમાનોની સંખ્યામાં કાપ મુકવામાં આવ્યો છે. હવે 200ની જગ્યાએ માત્ર 50 લોકોને જ લગ્નમાં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવશે.

    અમેરિકામાં કોરોનાની બીજી લહેર શરૂ

    વાત વિશ્વની કરીએ તો વિશ્વ હાલ સૌથી વધારે પ્રભાવિત દેશ અમેરિકા છે.અમેરિકામાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે ,જેના કારણે, ચિંતામાં વધારો થયો છે.ન્યૂયોર્કની પબ્લિક સ્કૂલ ,બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.અમેરિકાની હોસ્પિટલોમાં ,રેકોર્ડ દર્દીઓ ,ભરતી થયા છે.ત્યારે પદનામિત રાષ્ટ્રપતિ ,જો બાઈડને ,ટ્રમ્પ સરકાર પર ,ગંભીર આક્ષેપ લગાવ્યા છે.બાઈડને કહ્યું કે ટ્રમ્પ તંત્ર દ્વારા ,તેમની જીતને ન સ્વીકારવાથી ,કોરોની સામેની લડાઈ ધીમી પડી રહી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply