પ્રધાનમંત્રી મોદી આજે ભૂતાનના પ્રધાનમંત્રી સાથે સંયુકત રૂપે રૂપેકાર્ડના બીજા તબક્કાની શરૂઆત કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા ભૂતાનના પ્રધાનમંત્રી ડો લોટેસ શેરીંગ સાથે સંયુકત રૂપે રૂપેકાર્ડના બીજા તબક્કાની શરૂઆત કરશે. આ રીતે ભુતાનના લોકો પણ ભારતમાં રૂપેકાર્ડના વ્યાપક નેટવર્કનો લાભ લઇ શકશે.
બીજા તબક્કાથી ભુતાનના નાગરિકો આ રીતે ભારતમાં રૂપેકાર્ડ નો લાભ મેળવી શકશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગતવર્ષે ઓગસ્ટમાં ભુતાનની તેમના રાજકીય પ્રવાસ દરમિયાન ભુતાનમાં પ્રથમ ચરણના રૂપે કાર્ડની શરૂઆત કરાવી હતી. પ્રથમ ચરણ લાગુ થયા બાદ ભારતમાં નાગરિકોએ રૂપેકાર્ડનો ઉપયોગ કરીને ભુતાનમાં એટીએમથી નાણા ઉપાડવા અને પોઇન્ટ ઓફ સેલ ટર્મીનલનો ઉપયોગ કરવાની સુવિધા મળી હતી. હવે બીજા તબક્કાથી ભુતાનના નાગરિકો આ રીતે ભારતમાં રૂપેકાર્ડ નો લાભ મેળવી શકશે.
નાગરિકો વચ્ચે મજબુત સબંધોના કારણે શક્ય બન્યું
ભારત અને ભુતાન વિશ્વાસપાત્ર મિત્ર છે. આ વિશેષ ભાગીદારી પરસ્પર વિશ્વાસ એક બીજા પ્રત્યે સન્માનની ભાવના, પરસ્પરની વિરાસત, અને નાગરિકો વચ્ચે મજબુત સબંધોના કારણે શક્ય બન્યું છે.
