દિલ્હી સરકારે માસ્ક નહીં પહેરવા પર દંડની રકમ 500થી વધારીને 2000 કરી
Live TV
-
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોના સ્થીતિની સમિક્ષા માટે ગુરૂવારે સર્વદલીય બેઠક કરી હતી. આ બેઠકમાં દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં માસ્ક નહી પહેરવા પર દંડની રકમ 500 થી વધારી રૂપિયા 2000 કરી છે.
ખાનગી હોસ્પીટલોમાં 80 ટકા આઇ.સી.યુ બેડ કોરોના દર્દીઓ માટે અનામત
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં કોરોના દર્દીઓ માટે 1413 આઇ સી યુ, બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાથી 663 બેડ દિલ્હી સરકારે અને 750 બેડ કેન્દ્ર સરકારે તૈયાર કર્યા છે. કેજરીવાલે ઉમેર્યું કે ખાનગી હોસ્પીટલોમાં 80 ટકા આઇ.સી.યુ બેડ કોરોના દર્દીઓ માટે અનામત રખાયા છે. જ્યારે જનરલ વોર્ડમાં બેડની સંખ્યા 50 ટકા થી વધારીને 60 ટકા કરવામાં આવી છે.
સરકારે હોસ્પીટલોને ગેરજરૂરી ઓપરેશનો ટાળવા પણ કહ્યું
દિલ્હી સરકારે હોસ્પીટલોને ગેરજરૂરી ઓપરેશનો ટાળવા પણ કહ્યું છે. તેમણે દિલ્હીના ઉપ-રાજ્યપાલ અનીલ બૈજલ સાથે મુલાકાત કરી હતી અને રાષ્ટ્રીય રાજધાનીમાં ઉભી થયેલી કોરોનાની સ્થીતિ અંગે તેમને જાણકારી આપી હતી.
