પ્રધાનમંત્રી મોદી અને ભૂતાનના પ્રધાનમંત્રી લોટેસ શેરીંગે રૂપેકાર્ડના બીજા તબક્કાની શરૂઆત કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા ભૂતાનના પ્રધાનમંત્રી ડો લોટેસ શેરીંગ સાથે સંયુકત રૂપે રૂપેકાર્ડના બીજા તબક્કાની શરૂઆત કરી છે. તેના દ્વારા ભૂટાનના નાગરીકો ભારતમાં રૂપે નેટવર્કનો લાભ ઉઠાવી શકે છે. શુક્રવારે પ્રધાનમંત્રી મોદી અને ભૂતાનના પ્રધાનમંત્રી શેરીંગે સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ કાર્ડને લોન્ચ કર્યુ.
પહેલા તબક્કાની ભુતાનમાં કરી હતી શરૂઆત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગતવર્ષે ઓગસ્ટમાં તેમના રાજકીય પ્રવાસ દરમિયાન ભુતાનમાં પ્રથમ ચરણના રૂપે કાર્ડની શરૂઆત કરાવી હતી. પ્રથમ ચરણ લાગુ થયા બાદ ભારતમાં નાગરિકોએ રૂપેકાર્ડનો ઉપયોગ કરીને ભુતાનમાં એટીએમથી નાણા ઉપાડવા અને પોઇન્ટ ઓફ સેલ ટર્મીનલનો ઉપયોગ કરવાની સુવિધા મળી હતી.
ભારતમાં રૂપેકાર્ડનો લાભ મેળવી શકાશે
હવે બીજા તબક્કાથી ભુતાનના નાગરિકો આ રીતે ભારતમાં રૂપેકાર્ડનો લાભ મેળવી શકશે. ભારત અને ભુતાન વિશ્વાસપાત્ર મિત્ર છે. આ વિશેષ ભાગીદારી પરસ્પર વિશ્વાસ એક બીજા પ્રત્યે સન્માનની ભાવના, પરસ્પરની વિરાસત, અને નાગરિકો વચ્ચે મજબુત સબંધોના કારણે શક્ય બન્યું છે.
