Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીરના નગરોટામાં થયેલ અથડામણ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમીક્ષા બેઠક યોજાઇ

Live TV

X
  • જમ્મુ-કાશ્મીરના નગરોટામાં થયેલ અથડામણ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમીક્ષા બેઠક યોજાઇ છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, એન.એસ.એ., વિદેશ સચિવ અને વરિષ્ઠ ગુપ્ત અધિકારી સામેલ થયા હતા. મહત્વનું છે કે, અથડામણમાં માર્યા ગયેલા આંતકીઓએ 26/11 હુમલાની વરસીએ દેશમાં મોટા હુમલાની યોજના ઘડી હતી. જો કે આ અથડામણ બાદ હાલ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સુરક્ષાદળોનું અભિયાન યથાવત છે. નગરોટામાં પણ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઈ છે અને દરેક નાકા પર અવર-જવર કરનાર વાહનોની તપાસ શરૂ કરવામાં આવી છે. ગુરૂવારે વાહનોની તપાસ દરમિયાન આતંકવાદીઓના એક જૂથે સુરક્ષાદળો આતંકીઓએ ફાયરીંગ કર્યું હતું. સામ-સામે ફાયરિંગમાં સુરક્ષાદળોએ ચાર આંતકીઓને ઠાર માર્યા હતા. સેનાને આતંકીઓ પાસેથી AK સિરીઝની 11 રાઇફલ પણ મળી આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply