કોરોના સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે મંગળવારે એક મહત્વની સુનાવણી કરી હતી
Live TV
-
દેશમાં વધી રહેલા કોરોના સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે મંગળવારે એક મહત્વની સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે ભારત સરકાર પાસેથી કોરોનાનો સામનો કરવા એક નેશનલ પ્લાન માંગ્યો હતો. તે અનુસંધાનમાં મંગળવારે સુનાવણી હાથ ધરાઇ હતી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કેન્દ્ર પાસેથી ઓક્સિજન, મેડિકલ સુવિધા અને વેક્સિનેશનની સ્થિતી અંગે જાણકારી માંગી હતી. દેશભરમાં ઓક્સિજનનો પુરવઠો પુરો પાડવા લેવામાં આવેલા પગલાંની પણ જાણકારી માંગી હતી. અન્ય જરૂરી દવાઓની માગ સંબધમાં પણ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી માહિતી માંગી હતી. વેક્સિનની વર્તમાનમાં નક્કી થયેલી કિંમત કયા આધારે નક્કી થઇ છે તેની વિગતો પણ માંગી હતી. વેક્સિનની સંભવિત માંગ અને તે માટે લીધેવા પગલાંને મુદ્દે પણ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસેથી જાણકારી માંગી હતી. સુપ્રીમ કોર્ટ આ કેસમાં હવે પછીની સુનાવણી શુક્રવારે હાથ ધરશે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં એમિકસ ક્યુરી તરીકે જયદીપ ગુપ્તા અને મીનાક્ષી અરોરાની વરણી કરી છે.
