સુપ્રિમ કોર્ટે વેદાંતાને બે ઓક્સિજન પ્લાન્ટ શરુ કરવા મંજુરી આપી
Live TV
-
દેશના વિવિધ ભાગોથી ઓકસીજન વિવિધ જગ્યાઓએ પહોચાડવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. સુપ્રિમ કોર્ટે વેદાંતાને બે ઓક્સિજન પ્લાન્ટ શરુ કરવા મંજુરી આપી દીધી છે. ઓકસીજન એક્સપ્રેસ દ્વારા ભારતીય રેલ સતત ઓકસીજન નો જથ્થો વિવિધ જગ્યાઓએ પહોચાડી રહી છે. રેલવેની મદદથી દિલ્હીમાં પણ ઓકસીજન પહોચાડવામાં આવી રહ્યો છે. રાયગઢાથી 16 ટનના ચાર ટેન્કર આજે સવારે દિલ્હી કેન્ટ સ્ટેશન પહોચ્યા હતાં. રેલવે મંત્રી, પિયુષ ગોયેલે જણાવ્યું કે, ઉત્તરપ્રદેશમાં ઓકસીજન પુરો પાડવા માટે બોકારૂથી લખનૌ માટે રવાના ઓકસીજન એક્સપ્રેસે વારાણસીમાં પણ ઓકસીજન પુરો પાડ્યો હતો. તેમણે કહ્યું કે, યુ.પીમાં ઓકસીજન પુરો પાડવા માટે લખનૌથી ચોથી ઓકસીજન એક્સપ્રેસ બોકારૂ માટે રવાના થઇ છે. રેલવેએ સુનિશ્ચીત કરી રહી છે કે, મેડીકલ ઓકસીજન દેશભરના કોવિડ દર્દીઓને ,ઓકસીજન એક્સપ્રેસના માધ્યમથી પુરો પાડવામાં આવે. જેનાથી જરૂરીયાત મંદોને રાહત મળે. આ તરફ ભારતમાં કોરોના મહામારીને લઈ સરકાર તેનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. કોવિડ સાથે જોડાયેલી સામગ્રીને કસ્ટમ વિભાગ તરફથી ત્વરીત મંજૂરી આપવા માં આવી રહી છે. કારણ કે, જલ્દીથી આને હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય. તો આ વૈશ્વિક મહામારીને કારણે ભારતને મદદ કરવા અનેક દેશોએ હાથ લંબાવ્યો છે. કોરોના મહામારી વચ્ચે અમેરિકાથી ઓક્સિજન કોન્સેટ્રેટર ભારત પહોંચી ચુક્યું છે. તો બ્રિટનથી 100 વેન્ટીલેટર અને 95 ઓક્સિજન કોન્સેટ્રેટર ભારત મોકલાવવામાં આવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યુ હતુ કે, દિલ્હી સરકારે બેંગકોકથી 18 ઓક્સિજન ટેન્કર તેમજ ફ્રાન્સ પાસેથી રેડી ટુ યુઝ ઓક્સિજન પ્લાન્ટ મંગાવ્યા છે.
