PMએ દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિની સમિક્ષા માટે ઉચ્ચસ્તરિય બેઠકની સમિક્ષા કરી
Live TV
-
પ્રધાનમંત્રીએ દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિની સમિક્ષા માટે એક ઉચ્ચસ્તરિય બેઠકની સમિક્ષા કરી.
દેશમાં કોરોના સંકટની વચ્ચે મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એક વાર ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કર્યુ હતુ. આ બેઠકમાં તેઓએ દેશમાં ઉપલબ્ધ મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રકચરની સમીક્ષા કરી હતી. બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અધિકારીઓને હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રચરને ઝડપથી વિકસીત કરવાનો આદેશ કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ અધિકારીઓને એ પણ આદેશ કર્યો કે તેઓ પી.એસ.એ ઓક્સિજન પ્લાન્ટને ઝડપથી શરૂ કરવા માટે રાજ્ય સરકારની સાથે મળીને કામ કરે. અધિકારીઓએ તમામ રાજ્યોને પી.એસ.એ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા હોવાનું પીએમને જણાવ્યુ હતુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાર આપીને કહ્યુ હતુ કે કોરોનાનાં સંબંધમાં વિશિષ્ટ દિશાનિર્દેશો અને રણનીતિઓને યોગ્ય રીતે લાગુ કરવાની જરૂર છે. PMએ અધિકારીઓને આરોગ્યના બુનિયાદી ઢાંચાને જલદી અપગ્રેડ કરવા અને રાજ્યો સાથે મળીને ઓક્સિજન પ્લાન્ટ જલદીમાં જલદી શરૂ કરવા નિર્દેશ આપ્યા.
