કોરોના સંક્રમણને રોકવા સરકાર દ્વારા લોકડાઉન થ્રીનો આજથી થયો આરંભ
Live TV
-
લોકડાઉન થ્રી દરમિયાન હવાઇસેવા બંધ રહેશે પરંતુ સીમિત હેતુસર તેનો ઉપયોગ થઇ શકશે. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં તમામ આરોગ્ય સેવા ચાલુ રહેશે. રેડ ઝોનમાં આંતરજિલ્લા કે આંતરરાજ્ય બસો નહીં ચાલે. ઓરેન્જ ઝોનમાં નાઇની દુકાન અને સ્પા પણ બંધ રહેશે. ઓરેન્જ ઝોનમાં બે સવારી સાથે ટેક્સી અને દ્વિચક્રી વાહનોને મંજૂરી આપવામાં આવી છે.
કોરોના સંક્રમણને રોકવા સરકાર દ્વારા લોકડાઉન થ્રીનો આજથી આરંભ થયો છે. સરકારે 4 મેથી બે સપ્તાહ સુધી લોકડાઉનની મુદત વધારેલી છે. આ દરમિયાન હવાઇસેવા બંધ રહેશે પરંતુ સીમિત હેતુસર તેનો ઉપયોગ થઇ શકશે. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં તમામ આરોગ્ય સેવા ચાલુ રહેશે. રેડ ઝોનમાં આંતરજિલ્લા કે આંતરરાજ્ય બસો નહીં ચાલે. ઓરેન્જ ઝોનમાં નાઇની દુકાન અને સ્પા પણ બંધ રહેશે. ઓરેન્જ ઝોનમાં બે સવારી સાથે ટેક્સી અને દ્વિચક્રી વાહનોને મંજૂરી આપવામાં આવી છે. ગ્રીનઝોનમાં પ્રતિબંધિત ગતિવિધીને બાદ કરતાં તમામ ગતિવિધીને મંજૂરી આપવામાં આવેલી છે. સમગ્ર દેશમાં માલવાહક વાહનોની અવરજવર ચાલુ રહેશે. માલવાહક વાહનોને કોઇપણ પ્રકારના પાસની આવશ્યકતા પણ નહીં રહે. કેન્દ્ર સરકારે રાજ્યોને જણાવ્યું છે કે આપવામાં આવેલી છુટછાટનો લાભ મજબૂરીમાં ફસાયેલા લોકોને જ આપવામાં આવે. માઇગ્રન્ટ શ્રમિકો, પર્યટકો, વિદ્યાર્થીઓને પ્રવાસની મંજૂરી માત્ર ફસાઇ ગયેલા લોકોના કિસ્સામાં જ આપવામાં આવે. રોજગાર માટે જ વતનથી દૂર રહેતા લોકોને તેમના વતન પહોંચવા માટે આ છુટછાટ નથી. કેન્દ્ર સરકારના આદેશ મુજબ આજથી દેશભરમાં તમામ પ્રકારના સમારંભો, ધાર્મિક સ્થાન બંધ રહેશે. કેટલાક સ્થાને કેટલીક છુટછાટ આપવામાં આવી છે. સરકારે જણાવ્યું છે કે લોકોને આપવામાં આવેલી રાહતોનો લાભ લઇ શકાશે પરંતુ તે માટે લોકોએ સરકાર દ્વારા જારી થયેલા દિશાનિર્દેશોનું પાલન કરવાનું રહેશે. સરકાર રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં પ્રદેશોનું વર્ગીકરણ કરી ચુકી છે. તે ઝોનવાર હાથ ધરી શકાય તેવી પ્રવૃત્તિઓને મંજૂરીઓ અપાઇ છે. પરંતુ કેટલીક પ્રવૃત્તિ સમગ્ર દેશમાં બંધ જ રહેશે.
