દેશમાં 24 કલાકોમાં 2,553 નવા કેસ, 1074 દર્દી સાજા થયા, દેશમાં કુલ કેસ 42,533
Live TV
-
દેશમાં કોરોનાના દર્દી સાજા થવાનો દર વધીને 27.52 ટકા થઈ ગયો છે
આરોગ્ય મંત્રાલયનાં આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાનાં 2,553 નવા કેસ નોંધાયા છે.આ સાથે જ પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 42,533 થઇ છે, છેલ્લા 24 કલાકમાં 1,074 દર્દીઓ સાજા થયા છે, અને સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને 11,706 થઇ છે જે 27.5 ટકા છે, જો કે લોકડાઉન 3.0નાં પહેલા દિવસની દિવસની આ તસવીર ચિંતા વધારનારી છે.આરોગ્ય મંત્રાલયનાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે લોકડાઉનનાં ત્રીજા તબક્કામાં લોકડાઉનમાં આજથી આપવામાં આવેલી મુક્તી ગંભીર ચિંતા ઉપજાવનારી છે. તેમણે લોકોને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાનું કહ્યું અને ભીડવાળી જગ્યાઓથી દુર રહેવાનું કહ્યું છે.કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આંતરરાજ્ય કાર્ગોનાં આવાગમનમાં કોઇ સમસ્યા નહીં આવે તે માટે ગૃપ મંત્રાલયમાં કંન્ટ્રોલ રૂમ નંબર 1930 અને હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા નંબર 1033નો ઉપયોગ ડ્રાઇવરો અને ટ્રાન્સપોર્ટરો તેમની લોકડાઉન સંબંધિત ફરિયાદો નોંધાવી શકે છે.
