Skip to main content
Settings Settings for Dark

વિદેશમાં ફસાયેલા ભારતીયોને ભારત પરત લાવવાની સુવિધાને ભારત સરકારની મંજૂરી

Live TV

X
  • એરક્રાફ્ટ અને નેવીના જહાજોથી પરત લવાશે, ગૃહમંત્રાલયે રાજ્યોને કહ્યું- ક્વોરેન્ટીનની સુવિધા રાખે

    કેન્દ્ર સરકાર વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની પ્રક્રિયા 7 મેથી શરૂ કરશે.સોમવારે ગૃહમંત્રાલયે કહ્યું કે માત્ર એ લોકોને મંજૂરી મળશે જેમાં સંક્રમણના કોઇ લક્ષણ નહીં હોય. ભારત આવ્યા બાદ યોગ્ય તપાસ થશે અને 14 દિવસ સુધી ક્વોરેન્ટીન કરવામાં આવશે. આ મામલે ભારતીય દૂતાવાસો દ્વારા અત્યારે જે નાગરિકો ફસાયા છે તેમની યાદી તૈયાર કરવામાં આવી છે. એરક્રાફ્ટ અને જહાજો દ્વારા તેમને પરત લાવવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ તૈયાર થઇ ગયો છે. ઉડાન ભર્યા પહેલા બધા યાત્રિકોની મેડિકલ સ્ક્રીનિંગ કરવામાં આવશે. માત્ર કોરોના વાયરસના લક્ષણ વગરના યાત્રિકોને જ આવવાની અનુમતિ આપવામાં આવશે. યાત્રા દરમિયાન આ બધા યાત્રિકોને સ્વાસ્થ્ય મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા જાહેર કરેલ બધા પ્રોટોકોલનું પાલન કરવું પડશે.સ્થળ પર પહોંચ્યા પછી બધા યાત્રીઓએ આરોગ્ય સેતુ પર રજિસ્ટર કરવું પડશે. બધાની મેડિકલ તપાસ કરવામાં આવશે. તપાસ પછી સરકાર દ્વારા તેમને હોસ્પિટલ કે ઘરમાં ક્વૉરન્ટાઇનમાં 14 દિવસ માટે રાખવામાં આવશે. જેમનો ખર્ચ તેમણે જ આપવો પડશે. 7 મે થી શરુ થતા આ અભિયાનના પ્રથમ તબક્કામાં ખાડી દેશોમાંથી ભારતીયોને બહાર કાઢવામાં આવશે. આ પછી બીજા તબક્કામાં બ્રિટન અને અમેરિકામાં ફસાયેલા લોકોને ભારત પાછા લાવવામાં આવશે. આ અભિયાનના બીજા તબક્કાની શરુઆત 25 મે થી થવાની સંભાવના છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply