કોરોના સંક્રમણ ઘટતા કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રચાર પરના નિયંત્રણો કર્યા હળવા
Live TV
-
દેશમાં કોરોના સંક્રમણ તેમજ કોરોના કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે કોરોનાના ઘટતા સંક્રમણને ધ્યાને લઇ ભારતના ચૂંટણીપંચ દ્વારા વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, તેવા પાંચ રાજ્યોમાં પ્રચારના નિયમોમાં થોડી વધુ છૂટ આપી છે.
ચૂંટણી પંચની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ચૂંટણીવાળા રાજ્યોમાં પ્રચાર ઉપર પ્રતીબંધનો સમય હવે રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો કરી દેવામાં આવ્યો છે, જે અગાઉ રાત્રિના 8 વાગ્યી સવારના 8 વાગ્યા સુધીનો હતો. રાજકીય પક્ષો અને ઉમેદવારો હવે જે તે રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના નિયમો અનુસાર કોવિડ નિયમોના યોગ્ય પાલન અને પ્રોટોકોલને અનુસરીને સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી પ્રચાર કરી શકે છે.
આ ઉપરાંત રાજકીય પક્ષો અને ઉમદવારો હવે નિર્ધારિત કરેલ ખુલ્લી જગ્યા કે પ્લોટમાં કોવિડ માર્ગદર્શિકા અનુસાર વધુમાં વધુ 50 ટકાની ક્ષમતા સુધીમાં સભા યોજી શકાશે. જ્યારે પદયાત્રામાં મંજૂર કરાયેલ સંખ્યાથી વધુ વ્યક્તિ ન હોવી જોઈએ, માત્ર જિલ્લા અધિકારીની પૂર્વ મંજૂરી મુજબ પરવાનગી મેળવી શકાશે, તેમ વધુમાં જણાવાયું છે.