Skip to main content
Settings Settings for Dark

કોરોના સામેની જંગ વચ્ચે દેશમાં રસીકરણ પ્રક્રીયાને ઝડપી કરવાના પ્રયાસ ચાલુ

Live TV

X
  • ગઈકાલે કુલ 18 લાખ 26 હજાર 219 લોકોને વેક્સિન આપવામાં આવી

    દેશમાં કોરોના સામે ચાલી રહેલા જંગ વચ્ચે રસીકરણ પ્રક્રીયાને ઝડપી કરવાના પ્રયાસ ચાલુ છે. 1લી મે થી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી આપવાનું પણ શરૂ કરાયું છે. જેથી વધુમાં વધુ લોકોને રસી આપી શકાય. સાથે જ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3 લાખ 92 હજાર 488 નવા કેસ નોંધાયા છે. જ્યારે 3 લાખ 7 હજાર 865 દર્દીઓ સાજા થયા છે અને 3 હજાર 689 લોકોના મૃત્યુ થયા છે. તો બીજી તરફ કોરોનાનું સંક્રમણ વધતા ઓડિશામાં પણ 14 દિવસના લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

    5 મે થી 19 મે સુધી ઓડિશામાં લૉકડાઉન રહેશે. દેશમાં ચાલતા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનમાં ગઈકાલે કુલ 18 લાખ 26 હજાર 219 લોકોને વેક્સિન આપવામાં આવી છે અને અત્યાર સુધીમાં કુલ 15 કરોડ 68 લાખથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. દેશભરમાં કોરોના રસીકરણના ત્રીજા તબક્કામાં ઉત્તરપ્રદેશ, રાજસ્થાન , ગુજરાત, કર્ણાટક, સહિત અનેક રાજ્યોમાં પ્રારંભ થઈ ચૂક્યો છે. કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કુલ 16 કરોડ 37 લાખથી વધુ વૈક્સિનના ડોઝ આપ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply