દેશની વાયુસેના અને રેલ્વે ઓક્સિજન પુરો પાડવા દિવસ રાત કરી રહી છે કામ
Live TV
-
વાયુસેના અને રેલ્વે વિભાગે ઓક્સિજન વિદેશોમાંથી લાવીને રાજ્યોને ઉપલબ્ધ કરાવ્યો
દેશમાં લિક્વિડ ઓક્સિજનનો પુરતો સ્ટોક છે તથા સરકાર તેની અછ્ત ઉભી ન થાય તેવા તમામ પ્રયાસ કરી રહી છે. ઓક્સિજન માટે વિવિધ દેશોમાંથી પણ મદદ મળી રહી છે. દેશમાં મેડિકલ ઓક્સિજન આયાત કરવામાં આવી રહ્યો છે. દેશની વાયુસેના અને રેલ્વે વિભાગ પણ સતત કામ કરી રહ્યા છે.
વાયુસેના દ્વારા 23 ઉડાન ભરીને વિદેશોમાંથી 47 ઓક્સિજન Container દેશમાં લાવવામાં આવ્યા છે જેની કુલ ક્ષમતા 670 મેટ્રીક ટન છે. તો રેલ્વે વિભાગ દ્વારા અત્યાર સુધી 664 મેટ્રીક ટન ઓક્સિજન વિવિધ રાજ્યોમાં મોકલ્યો છે. ગત વર્ષે દેશમાં 6 હજાર મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન થયું હતું અને ચાલુ વર્ષે આ ઉત્પાદન વધીને 9 હજાર મેટ્રિક ટને પહોચ્યું છે. આ સાથે રસીના સપ્લાય પર નજર રાખવા માટે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે.
