Skip to main content
Settings Settings for Dark

કોરોના સામેની જંગ વચ્ચે રિલીઝ થયું આશાભર્યું ગીત "મુસ્કુરાયેગા ઇન્ડિયા"

Live TV

X
  • ગીત Jjust મ્યુઝિકના યૂટ્યૂબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે

    કોરોના વાયરસની મહામારી સાથે દેશ જંગ લડી રહ્યો છે...આ વચ્ચે દેશવાસીઓનો જુસ્સો વધારવા માટે એક ખૂબસૂરત ગીત તૈયાર કરવામાં આવ્યું છે..જેમાં અક્ષય કુમાર, વિકી કૌશલ, ટાઇગર શ્રોફ, ભૂમિ પેડનેકર અને તાપસી પન્નુ સહિતની ઘણી હસ્તીઓ નજર આવી છે.. 

    આ ગીત બનાવવાની પહેલ Jjust મ્યૂઝિકે કરી અને ઘણી હસ્તીઓ સાથે આવી..ગીત શબ્દો છે "મુસ્કુરાયેગા ઇન્ડિયા"...ગીતની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ નજર આવે છે...આ ગીતને વિશાલ મિશ્રાએ અવાજ આપ્યો છે, સંગીત આપ્યું છે અને કંપોઝ પણ તેમણે જ કર્યું છે...

    "મુસ્કુરાયેગા ઇન્ડિયા"ના શબ્દો કૌશલ કિશોરે લખ્યા છે..ગીત Jjust મ્યુઝિકના યૂટ્યૂબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે..ગીતના વાક્યો ઘણા સારા છે..આ તમામ હસ્તીઓએ તેમના ઘરની બાલ્કની કે છત પર ગીતને શૂટ કર્યું છે...

    આ ગીતને શેર કરીને અક્ષય કુમારે પોતાના ટ્વિર પર લખ્યું કે, "આપણે તમામને એકજૂટ થવાની જરૂર છે..અને પછી મુશ્કુરાયેગા ઇન્ડિયા...તમારા પરિવાર અને દોસ્તો સાથે શેર કરો"

    ગીતમાં કઇ કઇ હસ્તીઓ છે?
    આ ગીતમાં સૌથી પહેલા અક્ષય કુમાર દેખાઇ પડે છે..આ સિવાય ગીતમાં જૈકી ભગનાની, કાર્તિક આર્યન, ટાઇગર શ્રોફ, આયુષ્માન ખુરાના, કૃતિ સેનન, ભૂમિ પેડનેકર, રાજકુમાર રાવ, કિઆરા અડવાણી, તાપસી પન્નુ, સિદ્ધાર્થ મલ્હોત્રા, રકુલ પ્રીત સિંહ, અનન્યા પાંડે, RJ મલિષ્કા અને શિખર ધવન નજરે ચઢે છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply