કોલકાતાના કમિશનર તપાસમાં સહયોગ આપે - સુપ્રીમ કોર્ટ
Live TV
-
કૉર્ટના તિરસ્કાર અંગે રાજીવ કુમાર સહિત ત્રણને નૉટિસ
સુપ્રીમ કોર્ટે આજે કોલકાતાના શારદા ચીટ ફંડ ગોટાળામાં , સીબીઆઈની અરજી ઉપર સુનાવણી કરીને , નિર્દેશ આપ્યો હતો. જેમાં જણાવાયું છે , કે કોલાકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારે , સીબીઆઈની તપાસમાં સહયોગ આપવો પડશે. કેમ કે, સીબીઆઈએ અદાલતમાં જણાવ્યું હતું , કે અમારી તપાસમાં કોલકાતા પોલીસનો અભિગમ , અયોગ્ય રહ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં થયેલી કાર્યવાહીની વિગત આપતા એડવોકેટ નલીન કોહલીએ જણાવ્યું હતું , કે સરકાર દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે અભિયાન ચલાવાઈ રહ્યું છે , તેમાં સીબીઆઈની કામગીરી મહત્વપૂર્ણ રહી છે. આ ગોટાળામાં 20થી 25 લાખ લોકોના , 40 હજાર કરોડ રૂપિયા લૂટાયા છે. જેમાં સત્ય બહાર આવશે , અને કસૂરવારને શિક્ષા થશે. ત્રણ ન્યાયાધીશની બેન્ચે , ચીફ જસ્ટીસના વડપણ હેઠળ સુનાવણી હાથ ધરી હતી. જેમાં સીબીઆઈએ કહ્યું હતું , કે તમને આપવામાં આવેલા પુરાવા સાથે છેડછાડ કરવામાં આવી છે , અને પોલીસ કમિશનરે રેકોર્ડનો નાશ કર્યો છે. આ અંગેની વધુ સુનાવણી , 20 ફેબ્રુઆરીએ થશે. દરમિયાન સુપ્રીમ કોર્ટે બંગાળના ચીફ સેક્રેટરી, પશ્ચિમ બંગાળના ડીજીપી , ખાતે કોલકાતાના પોલીસ કમિશનરને અદાલતના તિરસ્કારની નોટિસ ફટકારી છે..
