Skip to main content
Settings Settings for Dark

સંસદના બજેટ સત્રમાં સીબીઆઈની કાર્યવાહી મુદ્દે વિપક્ષોનો હોબાળો

Live TV

X
  • કોલકાતા કેસ મામલે હોબાળો મચાવતા કાર્યવાહી મુલતવી રહી

    સીબીઆઈ મુદ્દે રાજ્યસભા બે વાગ્યા સુધી મુલતવી રહ્યા બાદ પણ હોબાળો ચાલુ રહેતાં ગૃહની બેઠક દિવસભર માટે સ્થગિત રાખવામાં આવી હતી. લોકસભાની કાર્યવાહી આજે સમયાનુસાર શરૂ થઈ હતી. જેમાં એજન્ડા અનુસાર પ્રસ્નોત્તરી શરૂ થઈ હતી. દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના સભ્યોએ કોલકાતાના પશ્ને હોબાળો કરતાં ગૃહનું વાતાવરણ ઘોંઘાટમય બનાવ્યું હતું. દરમિયાન સભ્યોને શાંત કરવાના પ્રયત્નમાં અધ્યક્ષે જણાવ્યું હતું કે, સંસદને પોતાનું કાર્ય કરવા દો, સંસદમાં ઘોંઘાટ કરવાથી કોલાકાતાના કેસ ઉપર કોઈ અસર પડશે નહીં. સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી ચાલુ છે. તમે સુપ્રીમ કોર્ટ કે સીબીઆઈ ઉપર વિશ્વાસ ન કરો તે અયોગ્ય છે. આમ ઘોંઘાટ વચ્ચે અધ્યક્ષ સુમિત્રા મહાજને બાર વાગ્યા સુધી ગૃહની કાર્યવાહી મુલતવી રાખી હતી. પણ ઘોંઘાટ યથાવત રહેતા લોકસભાની કાર્યવાહી 4 વાગ્યા સુધી મુલતવી રહી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply