મુઘલ ગાર્ડનને જનતા માટે ખુલ્લું મુકાશે
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે રાષ્ટ્રપતિ ભવનના વાર્ષિક ઉદ્યાનોત્સવનું ઉદઘાટન કર્યું હતું. મુઘલ ગાર્ડનને બુધવારથી લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. એક મહિના સુધી આ ગાર્ડન ખુલ્લુ રહેશે. આ વર્ષે અહીં આવનાર મુલાકાતીઓ અવનવા ફુલોની મહેક માણી શકાશે. આ ગાર્ડનમાં 100થી વધુ પ્રકારના ગુલાબો આકર્ષણનું કેન્દ્ર રહે છે. આ બગીચો મુઘલ અને બ્રિટીશ સ્થાપત્ય કલાનું અદભુત સ્થાન છે. મુઘલ ગાર્ડનમાં પ્રવેશ માટે કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવી નથી. આ ગાર્ડન લોકો માટે 6 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી ખુલ્લો રહેશે તથા rb.nic.in/ rbvisit_ mughal.aspx પર વીઝીટ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવી શકાશે.
