મહાકુંભમાં મૌની અમાવસ્યાનુ શાહી સ્નાન યોજાયું
Live TV
-
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ગઈ કાલે મૌની અમાસ પર કુંભનું બીજુ શાહી સ્નાન થયુ હતું. સંગમમાં ડૂબકી લગાવવા માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ કુંભ મેળા ક્ષેત્રમાં પહોંચી રહી હતી. ત્રણ કરોડથી વધુ લોકો આજે ગંગા, યમુના અને સરસ્વતીના પાવન સંગમ પર ડૂબકી લગાવે તેવું અનુમાન છે. વહિવટી તંત્ર અનુસાર દોઢ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સ્નાન માટે પહોંચી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૌની અમાસ પર લોકોને શુભકામનાઓ પાઠવી હતી. વહિવટી તંત્ર, પોલીસ અને રેલવે દ્વારા ભીડના વ્યવસ્થાપન અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે પર્યાપ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. 49 દિવસનો કુંભ મેળો ચાર માર્ચે સંપન્ન થશે.
